ડાંગ જિલ્લામા થયેલા સાર્વત્રિક વરસાદને પગલે, ડાંગ જિલ્લાના દક્ષિણ ડાંગ વન વિભાગની વઘઇ રેન્જના ત્રણેય ચેકડેમ અને ચેકવોલ ફૂલ થઈ જવા પામ્યા છે.વન વિસ્તારના ઉગા, કુડકસ, અને ડુંગરડા સ્થિત ચેકડેમ અને ચેકવોલ ફૂલ થવાથી કુલ ૮૧ લાખ, ૩૩ હજાર, ૪૩૫ લીટર પાણીનો સંગ્રહ થતા ૮૩૮૫.૨ વર્ગમીટર વિસ્તારમા પાણી સંગ્રહિત થવા પામ્યુ છે. જે આગામી દિવસોમા વન્ય પશુ પક્ષીઓ, વનિલ જીવો, અને વનરાજી માટે આશીર્વાદરૂપ બની રહેશે.
વઘઇ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી શ્રી દિલીપ રબારી તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ચાલુ વર્ષે ઉગાના ચેકડેમમા ૪૮,૯૬,૪૯૯ લીટર જળસંગ્રહ થતા ૫૧૦૦.૫૨ વર્ગમીટર કેચમેન્ટ વિસ્તારમા જળસંચય થવા પામ્યુ છે. તો કુડકસ સ્થિત ચેકવોલમા ૩૦,૯૫,૨૫૦ લીટર જળરાશીનો સંગ્રહ થતા અહીં ૩૦૯૫.૨૫ વર્ગમીટર કેચમેન્ટ એરિયા, અને ડુંગરડા ચેકવોલમા ૧,૪૧,૬૮૬ લીટર જળ સંગ્રહ થતા ૧૮૯.૪૩ વર્ગમીટર કેચમેન્ટ વિસ્તારમા વરસાદી પાણીનો સંગ્રહ થવા પામ્યો છે.
આમ, દક્ષિણ ડાંગ વન વિભાગની વઘઇ રેન્જના ત્રણેય ચેકડેમો/ચેકવોલમા કુલ ૮૧,૩૩,૪૩૫ લીટર પાણીનો જથ્થો સંગ્રહિત થતા ૮૩૮૫.૨ વર્ગમીટર વિસ્તારમા જળસંચય થયુ છે.દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદના માર્ગદર્શન હેઠળ જિલ્લામા જળસંચય બાબતે વિશેષ લક્ષ કેન્દ્રિત કરાયુ છે, તેમ પણ શ્રી રબારીએ વધુમા જણાવ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500