સુરતનાં પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં આવેલ રાજહંસ ટ્રાન્સપોર્ટ નગર ખાતે કાટિંગ સમયે રેઈડ કરી 9,668 વિદેશી દારૂની બોટલો, વાહનો, મોબાઈલ સહિત કુલ રૂપિયા 26.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર પ્રોહીબિશન કે જુગારની પ્રવૃત્તિ ન થાય અને આ પ્રવુતિઓ સાથે સંકળાયેલ ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના સુરત ગ્રામ્ય પોલીસ વડાએ કડોદરા પોલીસને આપી હતી. જેને પગલે કડોદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધરી હતી અને બાતમીદારોને કામે લગાડ્યા હતા.
ત્યારે કડોદરા પોલીસ મથકનાં પી.આઇ. તેમજ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં આવેલ રાજહંસ ટ્રાન્સપોર્ટ નગરના ગોડાઉન-7ની સામે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક અલગ અલગ વાહનોમાં દારૂનો જથ્થો મંગાવ્યો છે. હાલ વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારીમાં છે. જે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે રેડ કરી હતી અને કડોદરા પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની રેઈડ દરમિયાન સ્થળ પરથી 9668 વિદેશી દારૂની બોટલઓ, બે ટેમ્પા અને ત્રણ મોબાઈલ મળી 26.59 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કેતન પટેલ, વિજય કોળી અને ઉમેશ પાટીલ નામનાં ત્રણ ઇસમની શ્ર્પક્દ કરી હતી અને અન્ય સાતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500