Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી ઉજવવા માટે દેશના જવાનો વચ્ચે પહોંચ્યા

  • November 12, 2023 

સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી ઉજવવા માટે દેશના જવાનો વચ્ચે પહોંચ્યા છે. આ વર્ષે પીએમ મોદી હિમાચલ પ્રદેશના લેપ્ચામાં જવાનો સાથે દિવાળી ઉજવી રહ્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો પણ શેર કરી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર આ દરમિયાનની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે, આપણા બહાદુર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે હિમાચલ પ્રદેશના લેપ્ચા પહોંચ્યો.



પીએમ મોદીએ આ પહેલા પણ ભારતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે વર્ષ 2014માં સિયાચિન ગ્લેશિયરમાં, વર્ષ 2015માં પંજાબના અમૃતસરમાં, વર્ષ 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અને વર્ષ 2017માં કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પહેલા વર્ષ 2018માં વડાપ્રધાને ઉત્તરાખંડના કેદારનાથમાં અને વર્ષ 2019માં જમ્મુ સંભાગના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application