ગુજરાત વિધાનસભા ચૂંટણી ના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી નરેન્દ્ર મોદી માટે ખૂબ મહત્વની છે અને આ ચૂંટણીના પરિણામોની અસર આખા દેશમાં જોવા મળશે .આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થી ત્રિકોણીઓ જંગ જોવા મળશે. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલ્યો નથી પણ આ વખતે તો ત્રીજા પક્ષને મજબૂત જોવા મળી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વારંવાર સભાઓ અને મિટિંગો કરી રહ્યા છે અને ગુજરાતની જનતાને મોટા મોટા વાયદાઓ કરી રહ્યા છે જેનાથી ગુજરાતની જનતામાં ત્રીજો પક્ષ પસંદ કરવાનો વિકલ્પ પણ જોવા મળી રહ્યો છે.અત્યાર સુધી દેશમાં ગુજરાત મોડેલ ચર્ચામાં હતું.વડા પ્રધાન મોદી પણ ગુજરાત મોડેલ ના નામથી PM બન્યા હતા.
હવે તેમના જ જન્મ ભૂમિ માં નવા બે મોડેલો સામ સામે આવી ગયા છે. ગુજરાતમાં આ વખતે ત્રણ મોડેલો એક સાથે ટકરાશે. આમ આદમી પાર્ટી દિલ્હી મોડેલ લઈને ગુજરાતમાં ચૂંટણી માટે મેદાનમાં ઉતર્યા છે તો બીજી તરફ કોંગ્રેસ રાજસ્થાન મોડેલ લઈને મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે ... આજથી કોંગ્રેસ પણ રાજસ્થાન મોડેલ લઈને ગુજરાતની ચૂંટણીમાં ઉતરી ગયું છે જ્યારે બીજેપી પોતાનું ગુજરાત મોડેલ ઉતારશે પણ આ ગુજરાત મોડેલ કોઈ નહિ પણ ખુદ નરેન્દ્ર મોદી હશે. નરેન્દ્ર મોદી જ પોતે ગુજરાત મોડેલ છે તેવું બીજેપીનું માનવું છે અને હવે આ ત્રણ મોડેલ ચૂંટણીમાં એક સાથે ટકરાશે અને પોતાના મોડેલ ને ગુજરાતની જનતાની સમક્ષ મુકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application