સીબીએસઈ એક રાષ્ટ્રીય સ્તરનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પાઠયક્રમ છે. ત્યારે કેટલાક શાળા સંચાલકો કે જેઓ પોતે બી.એડ. માં પણ નાપાસ થયેલા છે અને મોટા એમ્પાયરો બાંધીને શાળા સંચાલકો બની ગયા છે. તેવા વિદ્યાનાં વેપારીઓએ પ્રજાને લૂંટવા માટે જ ગુજરાત બોર્ડની માન્યતા લઈને સીબીએસઈના પાટિયા મારીને સામાન્ય કરતાં આઠથી દસ ગણી ફી લઈને સરેઆમ લૂંટ ચલાવી છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
તંત્ર દ્વારા શાળાના સંચાલકો સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા તંત્રની પ્રમાણિકતા સામે પ્રશ્નાર્થ ??
આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢના દશેરા કોલોની વિસ્તારમાં આવેલ જ્ઞાનતીર્થ એકેડેમી શાળાને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર તરફથી કોઈ મંજુરી આપવામાં આવી નથી એ અમે નથી કહેતા ખુદ તાપી જિલ્લા શિક્ષણ વિભાગના વર્ષ 2016 ના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. એટલું નહીં જ્ઞાનતીર્થ એકેડેમી શાળાની જમીન હુડકોએ મેળવી આપેલ છે કે કેમ ?? બાબતે તાપીનું શિક્ષણ વિભાગે વર્ષ 2019માં સ્થળ તપાસ કરતા શાળાના ટ્રસ્ટી શીતલબેન મકવાણાએ કઇંક નવી જ કેસેટ વગાડી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2016માં જમીન શાળા માટે ફાળવવામાં આવશે એ આશાએ બાંધકામ કરી દીધેલ હતું. જોકે જમીન શાળાને ફાળવવા માટે અને બાંધકામ કરવા માટેની મંજુરીની ફાઈલ નગરપાલિકામાં પ્રગતીમાં હોવાની કાલ્પનિક કેસેટ વગાડી હતી જોકે શાળા માટે જમીન ફાળવ્યાના કે બાંધકામની મંજુરીના કોઈ આધાર-પુરાવા રજુ કરી શક્યા ન હોવાનું શિક્ષણ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. તેમછતાં સ્થાનિક તંત્ર દ્વારા શાળાના સંચાલકો સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા તંત્રની પ્રમાણિકતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
જિલ્લા શિક્ષણાધિકારી કાર્યાલયો બે નંબરી સંચાલકોને આ કૌભાંડમાંથી બહાર કાઢવા માટે વિવિધ પ્રકારની ભરપુર મદદ કરી રહ્યા છે.
તાપી જિલ્લા સહિત ગુજરાતમાં સંખ્યાબંધ શાળાઓ ધોરણ 1થી 9 સુધી સીબીએસઈ બોર્ડની મંજુરી વિના ચાલે છે. મહત્ત્વની વાત એ છે કે આ બધી જ શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી અને તેના સ્ટાફ દ્વારા નિયમિત રીતે ઈન્સ્પેકશન કરવામાં આવે છે અને સબ સલામતનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. કેટલીક ચાલાક સંસ્થાઓ તો મોટા અક્ષરે સીબીએસઈ લખે છે અને છેલ્લે નાના અક્ષરે ‘પેટર્ન’ એમ લખે છે,એટલે કે એમનો કહેવાનો અર્થ એ છે કે અમારી પાસે સીબીએસઈની માન્યતા નથી પરંતુ અમે તો તેની પેટર્ન પ્રમાણે ભણાવીએ છીએ. પરંતુ વાલીઓને તો તેઓ એવો જ મેસેજ આપે છે કે અમે સંપૂર્ણ સીબીએસઈ છીએ. ત્યારે હાલ જિલ્લા શિક્ષણાધિકારી કાર્યાલયો બે નંબરી સંચાલકોને આ કૌભાંડમાંથી બહાર કાઢવા માટે વિવિધ પ્રકારની ભરપુર મદદ કરી રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
વાલીઓએ પોતાના સંતાનો માટે શાળા કે કોલેજમાં પ્રવેશ લેતા પહેલા તમામ બાબતોની ચકાસણી કરવી જોઈએ.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રજાની જીવન જરૃરિયાત છે. એમાં ખોટુ ચાલી શકે નહિ. બીજી તરફ આંખે પાટા બાંધીને પોતાનાં ખોળે જન્મેલા સંતાનોને કોઈપણ પ્રકારની પૂર્વ તપાસ કર્યા વિનાની શિક્ષણ સંસ્થાઓમાં ધકેલવાનો અને માત્ર પૈસા વાપરીને સંતોષ માનવાનો વાલીઓનો પ્રમાદ હવે તેઓને ભારે પડી રહ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. વાલીઓએ પોતાના સંતાનો માટે શાળા કે કોલેજમાં પ્રવેશ લેતા પહેલા તમામ બાબતોની ચકાસણી કરવી જોઈએ.
સોનગઢના દશેરા કોલોનીમાં આવેલ જ્ઞાનતીર્થ એકેડમી મુદ્દે તાપીમિત્રની તપાસમાં શું જાણવા મળ્યું ?? જાણવા માટે જોતા રહો તાપી જિલ્લાની નંબર વન ન્યુઝ વેબસાઈટ tapimitra.com પર........
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500