Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાના આ યોજના' ૧૮ ગામોની તરસ છિપાવશે

  • April 28, 2023 

રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા, પરિશ્રમની પ્રરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી, પ્રજાજનોની વર્ષોની તરસ છિપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધરાયું છે.


ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના આવા જ અંતરિયાળ વિસ્તારના ૧૮ ગામોને સાંકળતી "પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના" પૂર ઝડ્પે આગળ વધી રહી હોઇ, આગામી દિવસોમાં આ ૧૮ ગામોના ૯૫૮૫ ગ્રામજનોને પાણીરૂપી પ્રસાદ મળવાના એંધાણ વર્તાય રહ્યા છે.રૂ. ૨૧.૦૧ કરોડની લાગત સાથે અમલી બની રહેલી આ યોજના હેઠળ ડેમ ઉપરાંત ઇંટેક વેલ, અને જારસોળ મુકામે પ્રતિદિન દસ લાખ લિટર પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવતો ફિલ્ટર પ્લાન્ટ, અને ૧૮ ગામોને સાંકળતી ૩૬ કિલોમીટર લંબાઈની પાઇપ લાઇનનું કામ હાથ ધરાયું છે.


ડેમની તકનિકી વિગતો આપતા સુબીરના નાયબ ઈજનેરે જણાવ્યુ હતું કે, ૫૭ કરોડ લિટરની જળ સંગ્રહશક્તિ ધરાવતો આ ડેમ, આ વિસ્તારના લોકોની પાણીની જરૂરિયાત પૂર્ણ રીતે સંતોષવા સક્ષમ છે.સુબીર તાલુકાની "પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના"થી તાલુકાનાં દુર્ગમ વિસ્તારના પોળસમાળ, કિરલી, કાકડવીહિર, ખેરીન્દ્રા, શેપુઆંબા, કરંજપાડા, શિવબારા, ભોંડવિહિર, સાવરપાડા, ગૌહાણ, પીપલદહાડ, જોગથવા, જુનેર, સાવરદા, ચિંચવિહિર, મોટીઝાડદર, લહાન ઝાડદર અને પાંઢરપાડા જેવા સરહદી ગામોના પ્રજાજનોને પાણીનો લાભ મળી શકશે. તેમ જણાવતા કાર્યપાલક ઈંજનેર શ્રી હેમંત ઢીમ્મરે, આ યોજના પૂર્વપટ્ટીના લોકો માટે આશાનું નવું કિરણ બની રહેશે તેમ કહ્યું હતું.


આ યોજના અંતર્ગત આજની તારીખે ૨૬ પૈકી ૮ પંપ, ૩ પૈકી ૧ ઊંચી ટાંકી અને ૩૨ કિલોમીટર પૈકી ૭ કિલોમીટર પાઇપ લાઇનનું કામ પુર્ણ થયું છે. તેમ પણ શ્રી હેમંત ઢીમ્મરે વધુમાં ઉમેર્યું હતું.લાભાન્વિત થનારા ગામો પૈકી જારસોળ ગામના યુવાન સુનિલે જારસોળ ડેમ અમારા માટે જીવાદોરી સાબિત થશે તેમ જણાવ્યુ હતું. તો કરંજડા ગામના પ્રકાશ ઠાકરેએ પાણી વિના ટળવળતા આ વિસ્તાર માટે, 'પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના' ખરેખર આ વિસ્તારના લોકોની માંગણી અને લાગણીની પૂર્તિ કરશે તેમ કહ્યું હતું. જ્યારે ખેરીન્દ્રાના યુવાન શ્રી સંજય પવારે આ પાણી પુરવઠા યોજના અઢાર ગામો માટે આશીર્વાદરૂપ નિવડશે તેમ જણાવ્યું હતું.ગુજરાતના ખૂણે ખૂણાને પાણીદાર બનાવવાની નેમ સાથે સૌના સાથ, સહકાર, અને સેવાના સથવારે છેક છેવાડા સુધી પરિશ્રમની સુવાસ પ્રસરાવી 'વચન પાળ્યા છે-પાળીશું, ગુજરાતનું માન વધારીશું' એ સૂત્રને ચરિતાર્થ કરતા, ડાંગ જિલ્લા પ્રશાસને પણ જન જન ને વિકાસનો અહેસાસ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application