રેલ્વે રિક્રૂટમેન્ટ સેલ (RRC), પશ્ચિમ મધ્ય રેલ્વે (WCR), જબલપુરે જૂનિયર એન્જિનિયર સહિત વિવિધ પદો પર ભરતી માટે અરજી માંગી છે. ઉમેદવાર RRC,WCR Recruitment 2022 માટે 15 ઓગસ્ટ 2022 સુધી અથવા પહેલા ઓફિશિયલ વેબસાઇટ wcr.indianrailways.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. આ પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા 26 જુલાઇથી શરૂ કરવામાં આવી ચુકી છે.
નોટિફિકેશન અનુસાર, આ પ્રક્રિયાના માધ્યમથી પશ્ચિમ મધ્ય રેલ્વેમાં જૂનિયર એન્જિનિયરના 52 પદ, ટેકનીશિયનના 35 પદ, ચીફ લૉ આસિસ્ટન્ટના 4 પદ, સ્ટાફ નર્સના 4 પદ અને જૂનિયર ટ્રાન્સલેટરના 7 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. જૂનિયર એન્જિનિયર અને જૂનિયર ટ્રાન્સલેટર પદો પર પસંદ થતા ઉમેદવારોને 35,400 રૂપિયા મહિના સુધીનો પગાર આપવામાં આવશે. જ્યારે ટેકનીશિયન પદો માટે 19900 રૂપિયા અને અન્ય પદો માટે 44900 રૂપિયા મહિના સુધીનો પગાર મળશે.
રેલ્વેમાં નોકરી માટે વય મર્યાદા
ટેકનીશિયન સહિત અન્ય પદો પર ભરતી માટે વય મર્યાદા 18 વર્ષથી 42 વર્ષ વચ્ચે હોવી જોઇએ. જોકે, સરકારી નિયમ અનુસાર, અન્ય પછાત વર્ગના ઉમેદવારોને વધુમાં વધુ વય મર્યાદામાં 3 વર્ષ અને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના વર્ગના પરીક્ષાર્થીઓને 5 વર્ષની છૂટ આપવામાં આવશે. તમામ પદો માટે યોગ્યતા અલગ અલગ નિર્ધારિત કરવામાં આવી છે જેની માટે વિસ્તૃત જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકો છો.
રેલ્વેમાં નોકરી માટે કઇ રીતે અરજી કરી શકાય
રેલ્વેમાં આ પદો પર ભરતી માટે પસંદગી ઓનલાઇન પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ/ ટ્રાન્સલેશન ટેસ્ટના આધાર પર કરવામાં આવશે. આ લેખિત પરીક્ષામાં સફળતા મેળવવા માટે સામાન્ય વર્ગના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% માર્ક્સ જરૂરી છે. ઉમેદવારોએ વેબસાઇટ wcr.indianrailways.gov.in પર 15 ઓગસ્ટ 2022 સુધી અથવા તે પહેલા અરજી કરી શકો છો. વધુ જાણકારી માટે રેલ્વેની ઓફિશિયલ વેબસાઇટને ચેક કરો અને પછી નોટિફિકેશન વાંચીને ફોર્મને ભરી શકો છો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500