બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા આજથી ૨૩મી ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી જે આગાહી દક્ષિણ ગુજરાત માટે સાચી ઠરી છે દક્ષિણ ગુજરાતમાં તમામ પાંચેય જિલ્લામાં સચરાચર વરસાદ વરસતા આકાશ તરફ વરસાદની આતુરતાથી રાહ જોઇ મીટ માંડી બેઠેલા જગતના તાત ના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી છે. સર્વાધિક વરસાદ તાપીના કુકરમુંડામાં સાડા ચાર ઈંચ એટલે કે ૧૧૨ મી.મી. તેમજ ડાંગ અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના ફ્લડ વિભાગના અહેવાલો પરથી જાણવા મળી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક માસથી વરસાદ હાથતાળી આપી જતા ભયંકર જળસંકટના એંધાણ વર્તાઇ રહયા હતા વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર પણ ખેડૂતોના મુદ્દે ચિંતિત હતી તેવા કપરા સમયે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તેમજ હવામાન વિભાગે આગાહી કરી હતી કે બંગાળની ખાડી ઉપર સર્જાયેલું લો-પ્રેશરથી ચોમાસુ સક્રિય થશે અને એ પશ્ચિમ તરફ આગળ વધશે જેના પગલે ગુજરાતમાં લાંબા સમય બાદ મેઘરાજાનું પુનઃ આગમન થઈ શકે છે આ આગાહી સાચી ઠરી છે અને આજથી ૨૩મી સુધી રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે.
સુરત ફલડ વિભાગના જણાવ્યા મુજબ વિતેલા ૨૪ કલાકમાં બારડોલી ૭, ચોર્યાસી ૨૦, કામરેજ ૧૧, મહુવા ૫૭, માંડવી ૮, માંગરોળ ૧૬. ઓલપાડ ૧૬, પલસાણા ૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે જ્યારે સુરત સિટીમાં એક ઇંચ અને ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાતા ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો ખેરગામ. જલાલપોર. નવસારી અને ગણદેવીમાં હળવા ઝાપટા વરસ્યા છે જ્યારે ચીખલી માં ૭ મી.મી. અને વાંસદા તાલુકામાં ૧ ઇંચ વરસાદી પાણી વરસ્યું હતું. જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં જિલ્લાના મુખ્ય મથક આહવામાં ધોધમાર અઢી ઇંચ. વઘઈમાં પોણા બે ઇંચ. સુબિરમાં એક ઇંચ. જ્યારે ગિરિમથક સાપુતારામાં અઢી ઇંચ વલસાડ નોંધાયો છે,
ડાંગ જિલ્લામાં આજે સવારે ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. જ્યારે વલસાડ જીલ્લામાં સવારથી વાતાવરણમાં પલટા સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા. મેઘગર્જના સાથે ઉમરગામમાં દોઢ ઇંચ. કપરાડામાં અડધો ઇંચ. વલસાડમાં અડધો ઇંચ. ધરમપુરમાં અડધો ઇંચ. પારડીમાં ૨ ઇંચ. વાપીમાં પોણા બે પાણી ખાબકતા માર્ગો પર ઠેરઠેર પાણી ભરાયા હતા જ્યારે કામ ધંધા અને નોકરી પર જનારા અનેક લોકોએ લાંબા સમય બાદ રેઇનકોટ અને છત્રીનો સહારો લેવો પડ્યો હતો ધોધમાર વરસાદને પગલે લોકોને હાલાકી પણ વેઠવી પડી હતી
તાપી જિલ્લાના ફ્લડ વિભાગના સૂત્રો મુજબ જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં અડધો ઈંચ. સોનગઢમાં અડધો ઇંચ. વાલોડમાં અડધો ઇંચ. ડોલવણમાં દોઢ ઇંચ. અને ઉચ્છલમાં અડધો ઇંચ. તેમજ નિઝરમાં પોણા બે ઇંચ. જ્યારે કુકરમુંડા તાલુકામા સાડા ચાર ઈંચ શ્રીકાર વરસાદ નોંધાયો છે. આ લખાય છે ત્યારે પણ ડાંગ. વલસાડ અને તાપી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોવાના અહેવાલ મળ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું લાંબા સમય બાદ આગમન થયું છે સુરત શહેરમાં પણ છેલ્લા ચાર દિવસથી મેઘરાજા રિસાયા હોય એવી રીતે વિરામ ફરમાવ્યો હતો ગત મોડી રાત્રે દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા સાથે સુરત શહેરમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. શહેરમાં વિવિધ ઝોન પૈકી રાંદેર ઝોનમાં સર્વાધિક અઢી ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ અઠવા ઝોનમાં ૩મી.મી. ઉધના ઝોનમાં ૧૧ મી.મી. લિંબાયત જોન માં ૧૦ મી.મી. વરાછા બી ઝોનમાં એક ઇંચ. વરાછા એ જોન માં ૨૧ મી.મી. કતારગામ જોન માં ૩૦ મી.મી. અને સેન્ટ્રલ ઝોનમાં ૨૬ મી.મી. વરસાદ ફ્લડ વિભાગના દફતરે નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application