સોનગઢ નગરમાં આવેલ એક સરકારી કચેરીના પાર્કિંગમાં મુકેલી બાઈક અજાણ્યો ઉઠાંતરી કરી નાસી ગયો હોવાનો બનાવ નોંધાયો છે. જોકે પોલીસે ફરીયાદના આધારે તપાસ શરૂ કરી છે.
સોનગઢના બેડપાડા ગામે રહેતાં સુનીલભાઇ સિંગાભાઇ ગામીત ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમણે બે વર્ષ પહેલાં પોતાના વપરાશ માટે સ્પેલન્ડર બાઈક નંબર GJ-26-R-4134 વસાવેલી હતી. ગત 19 મીને રવિવારના રોજ સુનિલભાઈ પોતાના પરિવાર સાથે બાઈક લઈ સોનગઢ ખાતે ખરીદી કરવા આવ્યાં હતાં અને તેમણે બાઈક બસ સ્ટેન્ડ નજીક આવેલ પુર્ન વસવાટની કચેરીના કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી.
થોડા સમય બાદ તેઓ પાર્કિંગમાં પરત આવ્યાં હતાં અને દીકરી ને ત્યાં ઉભી રાખી નજીક કામ અર્થે ગયા હતા. આ સમયે એક અજાણ્યો ઈસમ તેમની બાઈકનું લોક તોડી દીકરીની નજર સમક્ષથી જ ઝડપભેર નાસી જતાં દીકરીએ બૂમાબૂમ કરી હતી.બૂમાબૂમ સાંભળી સ્થાનિક લોકોએ બાઈક ચોર ઈસમનો પીછો પણ કર્યો હતો પરંતુ ચોરટો પલકારામાં બાઈક લઈ ઓટા ચાર રસ્તા તરફથી પલાયન થઈ ગયો હતો. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ પરિણામ મળ્યું ન હતું.
આ અંગે બાઈક ચાલકે તપાસ કરતાં મુખ્ય રોડ પર એક દુકાનના સીસીટીવીમાં બાઈક ચોર ઈસમ બાઈક લઈ નાસતો હોવાનું દ્દશ્ય કેદ થઈ ગયું હતું.આ અંગે સોનગઢ પોલીસ મથકે સુનિલભાઈ એ બાઈક ચોરી જવા સંદર્ભે સોનગઢ પોલીસમાં ફરિયાદ અરજી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500