મુંબઈને પાણી પુરૂ પાડતાં તમામ સાત જળાશય 97.57 ટકા જેટલાં ભરાયાં છે. આગામી ઓગસ્ટ સુધી ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ થઈ જતાં પાણી કાપની કોઈ સંભાવના રહેશે નહીં. તાજેતરમાં જ હવામાન વિભાગે મુંબઈમાંથી ચોમાસુ વિદાય લઈ ચુક્યું હોવાનું જણાવ્યું હતું. અત્યાર સુધીમાં મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોના સ્ત્રાવ વિસ્તારમાં સારો વરસાદ પડતાં પાણી કાપની ચિંતા દૂર થઈ છે. જોકે પાલિકાએ ઉપલબ્ધ કરાવેલા ડેટા મુજબ, જળાશયોમાં 14.12 લાખ મિલિયન લિટરની પાણીનો જથ્થો જમા થયો છે. વર્ષ-2020 અને વર્ષ-2021માં આ દિવસે પાણીનો જથ્થો અનુક્રમે 95.25 ટકા અને 96.97 ટકા હતો.
જયારે શહેરને સમગ્ર વર્ષ દરમિયાન 14.97 લાખ મિલિયન લિટર પાણીની જરૂર પડે છે. પાલિકા દરરોજ 3,850 મિલિયન લિટર પાણી શહેરને સપ્લાય કરે છે. તા.01 ઓક્ટોબરની સ્થિતિએ શહેરમાં વર્ષભર કેટલું પાણી આપવું તેનો નિર્ણય લેવાય છે. રાજ્ય સરકારની માલિકીના બે મહત્વપૂર્ણ જળાશયો ભાતસા અને અપર વૈતરણામાં અનુક્રમે 98.81 ટકા અને 100 ટકા પાણીનો સ્ટોક છે. તાનસા, મધ્ય વૈતરણા અને તુલસી જેવા અન્ય તળાવોમાં 95 ટકાથી વધુ સ્ટોક હોવાથી આ વર્ષે પાણી બાબતે ચિંતાનું કોઈ કારણ નહીં રહે એમ પાલિકાનાં અધિકારીઓએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application