Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી બેઠક પર કોંગ્રેસ સીઆર પાટીલ સામે મુમતાઝ પટેલને ટિકિટ આપે તેવી ચર્ચા

  • March 20, 2024 

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં અહેમદ પટેલના સંતાનોનું ચૂંટણી લડવાનું સપનું તૂટ્યું. અહેમદ પટેલના બંને સંતાનોમાંથી કોઈને ભરૂચની બેઠક પર ટિકિટ ન મળી. આ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ. ત્યારે આ વચ્ચે મુમતાઝ પટેલના લોકસભા ચૂંટણી લડવા અંગે રાજકારણ ફરી ગરમાયું છે. મુમતાઝ પટેલને કોંગ્રેસ નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સામે ઉતારી શકે છે તેવી અટકળો વહેતી થઈ છે.


નવસારીમાં હજી સુધી કોને ટિકિટ આપવી તે હજી નક્કી થયુ નથી, તેમાં મુમતાઝ પટેલ અહી પાટીલને ટક્કર આપી શકે છે. સાથે જ આ રીતે સ્વ.અહેમદ પટેલના નારાજ સંતાનોને કોંગ્રેસ મનાવી પણ શકે છે.  લોકસભા ચુંટણીમાં 25 નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ સામે કોંગ્રેસ હજુ ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસમાંથી સી. આર. પાટીલ સામે કોણ ચુંટણી જંગમાં ઉતરશે તેને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. એહમદ પટેલની દિકરી મુમતાઝ પટેલની નવસારી લોકસભા બેઠક ઉપર પસંદગી થાય એવી ચર્ચાઓ ઉઠી છે. 


નવસારી માટે મુમતાઝ પટેલનું નામ ચર્ચામં આવતા જ નવસારી અને સુરત કોંગ્રેસના આગેવાનો ચિંતામાં મુકાયા છે અને બેઠકોનો દોર શરૂ થયો છે. જોકે મુમતાઝ પટેલ નવસારી લોકસભામાં ચુંટણી ન લડે એવા પ્રયાસો પણ શરૂ થયા છે. નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આડકતરી રીતે મુમતાઝ પટેલને નવસારીથી ચુંટણી જંગમાં ન ઉતરે એનો સંદેશ આપ્યો છે.  શૈલેષ પટેલે જણાવ્યું કે, મુમતાઝ પટેલ સામે ઉજ્જવળ ભવિષ્ય છે, અહીંથી ચુંટણી લડવુ તેમણે વિચારવાનું છે, કારણ આગળ પાર્ટી રાષ્ટ્રીય લેવલે તેમને જવાબદારી આપી શકે છે.


ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનના દિલ્હીના મોવડી મંડળને પણ સ્થાનિક સંગઠનના જ મજબૂત માણસને નવસારીથી ચુંટણી લડાવવા રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં જો મુમતાઝ પટેલને ટિકિટ આપવામાં આવે, તો ખભેથી ખભે મળાવીને સી. આર. પાટીલને હરાવવા મજબૂતીથી લડીશું. જોકે કોંગ્રેસમાંથી નવસારીના મેદાનમાં કોણ ઉતરે એની ચર્ચામાં જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ પણ છે, ત્યારે શૈલેષ પટેલે પાર્ટી જે આદેશ આપે એને માન્ય રાખવાની પણ તૈયારી દર્શાવી છે. લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે.


ત્યારે રાજ્યમાં કેટલીક બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી છે. જે બાકી રહેલાં નામોમાં ઘણી બધી રર્ચાઓ થઇ રહી છે. ત્યારે નવસારી બેઠક પર ભાજપે સિંટિંગ સાંસદ સી.આર. પાટીલને રિપિટ કર્યા છે. તો કોંગ્રેસ દ્વારા હજી સુધી નામને લઈને મથામણ ચાલું છે. સીઆર પાટીલ નવસારીમાં મોટી લીડથી જીત મેળવતા આવ્યા છે, ત્યારે પાટીલની સામે કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારશે તે મંથનનું કામ છે. ત્યારે સવાલ એ છે કે, લોકસભા બેઠક પર કોંગ્રેસ પક્ષ શું સ્કાય લેબ લાવશે? બેઠક માટે મુમતાઝ પટેલનું નામ કેન્દ્રમાંથી ચર્ચાતા કોંગી કાર્યકરોમાં મૂંઝવણમાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application