મનિષા સૂર્યવંશી/ વ્યારા : વાલોડના બુહારીના જુના કુંભારવાડમાં બંધ મકાનમાંથી સોનાના ઘરેણાની ચોરી કરી અજાણ્યા ઈસમો નાશી છુટ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ વાલોડ તાલુકાના બુહારી ગામના જુના કુંભારવાડ અને હાલ રહેતા નવસારી ખાતેના આશા નગર ૩૦૨ રાજ એવન્યુમાં ૭૦ વર્ષીય રાજેન્દ્રકુમાર બળવંતરાય દેસાઇના બુહારીના જુના કુંભારવાડમાં આવેલ મકાનમાંથી ગત તા.૦૨/૧૧/ થી તા.૦૪/૧૧/૨૦૨૧ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઇસમોએ રાજેન્દ્રકુમાર દેસાઇના મકાનના પાછળના દરવાજાને લગાવેલ તાળા સાથેની સાકળ કોઇક ચીજ વસ્તુથી તોડી મકાનની અંદર પ્રવેશ કરી કિચન રૂમ તથા ઉપરના માળે આવેલ બન્ને બેડ રૂમનાં દરવાજાના તાળા તોડી બેડ રૂમમાં મુકેલ કબાટના લોક તથા લોકર તોડી કબાટના લોકરમાં મુકેલ સોનનાનો સેટ એક આશરે ૨ તોલા જેની કિંમત રૂ. ૩૦,૦૦૦/-, મંગલ સુત્ર -૩ આશરે ૩ તોલા જેની કિંમત રૂ. ૪૫,૦૦૦/-, હાથના કડા સોનાના એક જોડી આશરે ૨ તોલા જેની કિંમત રૂ. ૨૫,૦૦૦/-, એક બોર માળ સોનાની આશરે ૧ તોલા જેની કિંમત રૂ. ૧૫,૦૦૦/-, એક સોનાનો અછોડો આશરે ૧ તોલા જેની કિંમત રૂ.૧૫,૦૦૦/-, સોનાની બંગડી-૨ આશરે ૧.૫ તોલા જેની કિંમત રૂ.૧૫,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧,૪૫,૦૦૦/-ની મત્તાના દાગીના ચોરી કરી નાસી અજાણ્યા ચોર ઈસમો ફરાર થઇ ગયા હતા,
બનાવ અંગે રાજેન્દ્રકુમાર બળવંતરાય દેસાઇએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદના આધારે તા.૮મી નવેમ્બર નારોજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500