Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં દિન દહાડે ઘરમાંથી રોકડ રકમની ચોરી, અજાણ્યા ચોર સામે ગુનો દાખલ

  • August 31, 2023 

વ્યારા નગરની એક સોસાયટીમાં અજાણ્યા ચોર ઈસમોએ દિન દહાડે રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, વ્યારામાં આવેલ ગાયત્રી સોસાયટીમાં રહેતા 70 વર્ષીય નિવૃત્ત શિક્ષિકા સરોજબેન રાણા ઘરે એકલા હોય અને બપોરે તેઓ ઘરેથી મંદિરે નીકળ્યા હતા. ત્યારબાદ આસરે બે કલાક બાદ પરત ફરતા ઘરનો દરવાજો ખુલ્લો હોય ઘરમાં જોતા કબાટનો દરવાજો ખુલ્લો હોય કબાટનો સામાન વેરવિખેર જોવા મળતા તેમને ઘરમાં ચોરી થઈ હોવાનું અનુમાન થતા તેમને આસપાસનાં લોકોને જાન કરી હતી અને વ્યારા પોલીસને જાણ કરાઈ હતી. જોકે તપાસ દરમિયાન કબાટ તોડી રૂપિયા 10,000/-ની ચોરી થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જણાતા સરોજબેનની ફરિયાદ આધારે વ્યારા પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application