Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉધના લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીયલમાં મુકેલા સેન્ટીંગના સામાનની ચોરી

  • September 07, 2020 

ઉધના લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીયલમાં લેબર કોન્ટ્રાકટરના સેન્ટીંગના કામમાં વપરાતા લાકડાના ટેકા અને લાકડાની ચાવી મળી કુલ રૂપિયા ૧.૧૭ લાખનો માલ બે બેકરીના માલીકોએ ભારે પડેલા વરસાદનો ફાયદો ઉઠાવી ટેમ્પોમાં ચોરી કરી નાસી ગયા હતા.

 

સરથાણા જકાતનાકા વ્રજચોક વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા ૫૦ વર્ષીય રમેશ પરસોત્તમ રજાડીયા લેબર કોન્ટ્રાકટરનું અલગ અલગ જગ્યાએ કામ રાખી પરિવારનું ગુજરાન ચલાવે છે. રમેશભાઈનું છ મહિના પહેલા ઉધના લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ નં-૧૫૩થી ૧૫૮માં કામ ચાલતુ હતું અને તે કામ પુર્ણ થઈ ગયું હતું. પરંતુ લોકડાઉનને કારણે બાંધકામનો સામાન નીલગીરીના લાકડાના ટેકા નંગ-૬૫૦, દેવદાર લાકડાની ચાવી નંગ-૨૫૦ ત્યાં હતા. રમેશભાઈ અને તેનો પુત્ર તુષાર અવાર નવાર બાંધકામવાળી જગ્યાએ વારફરતી જોવા જતા હતા. છેલ્લે ગત તા.૨૫મી ઓગસ્ટના રોજ બાંધકામનો સામાન જોવા મળ્યો હતો.

 

ત્યારબાદ સતત ત્રણ દિવસ સુધી વરસાદ પડતો હોવાને કારણે સામાન જોવા માટે ગયા ન હતા અને ૨૯મીના રોજ ગયા ત્યારે સેન્ટીંગના કામમાં વપરાતા લાકડાના ટેકા અને ચાવી સહિતનો સામાનની ચોરી થઈ હોવાનુ બહાર આવતા પુત્ર તુષારને ફોન કરી સ્થળ પર બોલાવ્યો હતો. બંને પિતા-પુત્ર દ્વારા લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ આજુબાજુમાં આવેલ કારખાનામાં સીટીફુટેજ ચેક કર્યા હતા જેમાં ગત તા.૨૬થી ૨૯મી દરમિયાન ઍક ટેમ્પોમાં નીલગીરીના લાકડાના ટેકા અને દેવદાર લાકડાની ચાવી ચોરી કરી લઈ જતા દેખાયા હતા. કેમેરામાં ટેમ્પોમાં લખેલ મોબાઈલ નંબર દેખાયા તેના ઉપર ફોન કરતા ટેમ્પો ચાલકને બોલાવતા તેઓ ટેમ્પો ભાડેથી લઈને આવ્યો હતો અને સામાન ઉનપાટીયા સીટીલાઈટ બેકરી અને પટેલનગર ખાતે લવલી બેકરી ખાતે નાંખ્યો હોવાની કબુલાત કરી હતી.

 

રમેશ રજાડીયાએ અને તેના પુત્રએ બંને બેકરીના માલીક મોહમદ અનીશ અંસારી અને ઈન્તજારને સામાન તેમનો હોવાનુ કહેતા કોઈ જવાબ આપ્યો ન હતા. સામાન બંને બેકરીના માલીકોઍ તેમના મળતીયાઓની મદદથી ચોરી કર્યા હોવાનું બહાર આવતા રમેશ રજાડીયાઍ બંને બેકરીના માલીક સામે નીલગીરીના લાકડાના ટેકા અને દેવદાર લાકડાની ચાવી મળી કુલ રૂપિયા ૧,૧૭,૭૫૦ના મતાની ચોરી કરી હોવાની ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application