Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ટેક્ષટાઈલ માર્કેટની આવેલ દુકાનમાંથી 4 લાખની ચોરી, પોલીસે તપાસ હાથ ધરી

  • December 24, 2021 

સુરત કડોદરા રોડ સારોલી ખાતે રાધા રમણ ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલ ગણપતિ ટેક્ષટાઈલ નામની દુકાનમાંથી રોકડા ૪ લાખની ચોરી થવાનો બનાવ બન્યો છે. દુકાન માલીકે ચોરી પાછળ બે જણા સામે આશંકા વ્યકત કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પુણા પોલીસના જણાવ્યા મુજબ, વેસુ વીઆઈપી રોડ શિવ કાર્તિક એન્કલેવની સામે શ્રુંગાર રેસીડેન્સીમાં રહેતા રમેશચંદ્ર ઘનશ્યામલાલ દ્વારકાદાસ બજાજ સરુત કડોદરા રોડ સારોલી ખાતે રાધા રમણ ટેક્ષટાઈલ માર્કેટમાં ગણપતિ ટેક્ષટાઈલના નામે કાપડ ટ્રેડીંગનો વેપાર ધંધો કરે છે. રમેશચંદ્રએ તેની દુકાનમાં ત્રણ માણસો રાખ્યા છે જેમાં રામ સ્વરૂપ એકાઉન્ટન્ટનું કામકાજ સંભાળે છે જયારે ફિરોજ અને મુકેશ કટીંગ ફોલ્ડીંગનું કામ કરે છે.રમેશચંદ્રએ ગત તા.૨૦મીના રોજ ઈન્ડિયા માકેર્ટમાં ઓફિસ ધરાવતા કાપડ દલાલ પ્રમોદ પરીહાર પાસેથી ઉઘરાણીના રૂપિયા ૨ લાખ અને ઘરેથી લાવેલા ૨ લાખ મળી કુલ ૪ લાખ રૂપિયા કાઉન્ટરના ગલ્લામાં મૂકી દુકાન બંધ કરી ઘરે ગયા હતા. દરમિયાન બીજા દિવસ સવારે અગિયાર વાગ્યે રમેશચંદ્ર દુકાને આવી રૂટીન કામ પતાવી અઢી વાગ્યે વેપારી પેમેન્ટ લેવા માટે દુકાને આવતા એકાઉન્ટન્ટ રામ સ્વરૂપને પૈસા આપવા માટે કાઉન્ટરના ગલ્લો ખોલતા પૈસા દેખાયા ન હતા. પૈસા ચોરાયા હોવાનુ બહાર આવ્યું હતુ. રમેશચંદ્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં દુકાનમાં સવારે રામ સ્વરૂપને મળવા માટે હસમુખ ગોહિલ અને કમલેશ ગોહિલ  મળવા માટે આવ્યા હતા જેથી પૈસા આ બંને ચોરી ગયા હોવાની ફરિયાદમાં આશંકા વ્યકત કરી છે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application