વડોદરાના આજવા રોડ પર જ ભૂમિ સોસાયટીમાં રહેતો પરિવાર રાત્રે સુઈ ગયો ત્યારે ત્રાટકેલી ચોર ટોળકી સવા ત્રણ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, આજવા રોડ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા સંતોષભાઈ ઓમ પ્રકાશ અગ્રવાલ ઘરના આગળના કમ્પાઉન્ડમાં અગ્રવાલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે ગત 23મી તારીખે રાત્રે 11:30 વાગે તેઓ જમી પરવારી પરિવાર સાથે સુઈ ગયા હતા. સવારે સાડા પાંચ વાગે તેમના પત્ની જાગ્યા ત્યારે તેમના ઓશિકા નીચે મુકેલો મોબાઈલ ફોન ન હતો. જેથી તેમણે પતિ સંતોષભાઈને ઉઠાડીને વાત કરતા પતિ પત્ની મોબાઇલ શોધવા માટે ઘરના રસોડામાં ગયા ત્યારે જોયું તો રસોડામાં પાછળના લાકડાનો દરવાજો તથા લોકોને જાળી ખુલ્લી હતી. અન્ય રૂમમાં જે તપાસ કરતા તિજોરીઓ ખુલ્લી હતી તેમના ઘરમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના મોબાઇલ ફોન સ્માર્ટ વોચ તથા રોકડા 1.05 લાખ રૂપિયા મળી કુલ 3.23 લાખની ચોરી કરી ગઈ હતી. બનાવ અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application