ગાંધીનગરમાં શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીની ઘટના બની રહી છે. શહેર નજીક આવેલા વાવોલ ગામમાં લાભ રેસીડેન્સીમાં તસ્કર ટોળી ત્રાટકી હતી અને ત્રણ મકાનમાં હાથ ફેરો કર્યો હતો. આ અંગે બ્લોક નંબર/સી/104માં રહેતાં અર્ચનાબેન ચંદનસિંહ રાજદીપે ફરીયાદ નોંધાવી હતી કે, તેમના પરિવાર સાથે આ મકાનમાં ભાડે રહે છે અને રાત્રે મકાનમાં મુખ્ય દરવાજો બંધ કરીને સુઈ ગયા હતા. ત્યારબાદ સવારે ડ્રેસીગ ટેબલના ડ્રોવર ખુલ્લા હતા અને તીજોરી પણ ખુલ્લી હતી જેમાંથી સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન મળી 2.21 લાખની ચોરાઈ હતી. જયારે બીજા બનાવમાં સોસાયટીમાં રહેતાં હિમંતલાલ તુલસીદાસ પરમારના ઘરમાંથી પણ 3 મોબાઈલની ચોરી થઈ હતી અને ત્રીજા બનાવમાં વિશાલ જયેશકુમાર ઉપાધ્યાયના મકાનમાંથી 4 હજાર રોકડ અને મોપેડની ડીકીમાંથી 8 હજારની ચોરી થઈ હતી.
આ ચોરીની ઘટનાના પગલે વસાહતીઓ એકઠા થઈ ગયા હતા અને સીસીટીવી ફુટેજ તપાસતા રાત્રે અઢી વાગ્યાની આસપાસ એક શખસ મોપેડમાંથી ચોરી કરતાં જણાયો હતો. આ ઘટના અંગે સે-7 પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application