ભાણવડમાં ઓમકાર ગ્રીન સોસાયટી વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાન રાજ્યના હનુમાનગઢ તાલુકાના રહીશ તેમજ બેન્ક ઓફ ઈન્ડિયામાં નોકરી કરતા વિરેન્દ્ર મૂળશંકર ખત્રી 28 વર્ષના યુવક તા. 18 નવેમ્બરના રોજ પોતાનું ઘર બંધ કરીને ગયા હતા. ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ તેમના મકાનમાં હોલનો દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો. અહીં તસ્કરોએ ઘરનો સામાન વેરવિખેર કરી અને કબાટના ખાનાઓમાં રાખવામાં આવેલી બે નંગ સોનાની વીટી, બે નંગ ચાંદીની વીંટી, રૂપિયા 5,000 રોકડા તેમજ ઘડિયાળ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આમ, તસ્કરોએ બેંક કર્મીના રહેણાંક મકાનમાં ખાતર પાડી, કુલ રૂપિયા 40,600/-નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ નાગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application