Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપુરા ગામનો યુવક ઈંગ્લીશદારૂની ફેરાફેરી કરતા એક પકડાયો

  • September 04, 2020 

વ્યારા તાલુકાના કપુરા ગામના લુહાર ફળીયામાં રહેતો જીગ્નેશભાઇ દેવસીંગભાઈ ચૌધરી આજરોજ સોનગઢ તાલુકાના ચાપાવાડી ગામ પાસે પોતાની કબજાની નંબર વગરની કેસરી અને કાળા કલરની હોન્ડા ડીઓ મોપેડ બાઈકની ડીકીમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા તાપી એલસીબી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

 

તપાસ દરમિયાન તેની પાસેથી કાળા કલરની કાપડની થેલી માંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ડીએસપી બ્લેક અને ઈમ્પેરીયલ બ્લ્યુ વિસ્કી તેમજ સુગંધી સંતરા દેશીદારૂ મળી કુલ 27 નંગ બાટલીઓ મળી આવી હતી. આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે જીગ્નેશભાઇ ચૌધરી વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application