વાપીનાં સહકાર ગેસ્ટ હાઉસમાં સુરતના ઉગતા ગામનાં યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપી શહેરના MG રોડ ઉપર આવેલી સહકાર ગેસ્ટ હાઉસના રૂમ નં.401માં 28 માર્ચથી રહેતો સુરતના ઉગતા ગામના 42 વર્ષીય નિલેશભાઈ ઈશ્વરભાઈ પટેલે ગત 6 જૂન બાદ તેમના રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. કેટલીક વાર હોટેલનો સ્ટાફ અને સફાઈ કામદારોએ બારણું ખટખટાવ્યું હતુ.
પરંતુ તેણે દરવાજો ન ખોલતા હોટલ કર્મીઓએ નિલેશભાઈ આરામ કરતા હશે તેવું માની વધુ ધ્યાન આપ્યું ન હતુ. દરમિયાન 10મી જૂનના રોજ નિલેશભાઈના રૂમ પાસેથી દુર્ગંધ ફેલાવા માંડી હતી. તેથી હોટલના સ્ટાફે હોટલના મેનેજરને ઘટનાની જાણ કરી હતી. હોટલ મેનેજરે સ્ટાફના માણસો સાથે રૂમનો દરવાજો તોડી નાંખી તપાસ કરી હતી. આ સમયે નિલેશભાઈ પટેલ પોતે પંખાના હૂક સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આખરે હોટલના મેનેજરે ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસને કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application