ભરૂચ નગરપાલિકામાં ભાજપે 36 નવા ચહેરાઓ સાથે 44 ઉમેદવારોને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી કુલ 31 ઉમેદવારોએ જીત હાંસલ કરી હતી. નગરપાલિકાના વોર્ડ નંબર-8માંથી ચૂંટણીમાં પ્રથમ વાર ઉમેદવારી કરનાર 24 વર્ષીય નિશા ધુલારભાઈ વસાવાએ પણ 3098 મતો સાથે જીત મેળવી હતી.
નિશા વસંતમિલની ચાલમાં એક સામાન્ય કુટુંબમાંથી આવે છે અને બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. નિશા સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, અમારા મહોલ્લામાં કોઈ યુવક-યુવતીઓ ભણેલા ન હોવાના કારણે તેમને સરકારી યોજનાની માહિતી હોતી નથી. જેથી મેં ચૂંટણીમાં ઝંપલાવ્યું વિસ્તારના લોકોને પાયાની સુવિધાઓ આપવાનું મારું સ્વપ્ન છે. સૌથી મોટો પ્રશ્ન ગટર અને લાઈટોનો છે તેને પ્રાથમિકતા આપીશ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application