ભરૂચનાં ભીડ ભંજન વિસ્તારમાં રહેતાં એક યુવકને તેની માતાને વધુ પડતો મોબાઇલમાં ગેમ રમવા મુદ્દે ઠપકો આપતાં તેણે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણને કારણે વાલીઓને તેમના પુત્રને નાછુટકે મોબાઇલ આપવો પડ્યો હતો. ત્યારે હવે ઓફ લાઇન અભ્યાસ શરૂ થઇ ગયો હોવા છતાં બાળકો હજી મોબાઇલને છોડતાં નથી. તેમાંય પબજી જેવી ગેમો અન્ય ગેમોના બંધાણી થઇ રહ્યાં છે.
ભરૂચના ભીડભંજન વિસ્તારમાં રહેતાં 20 વર્ષીય મેલા વસાવા નામના યુવકને મોબાઇલમાં ગેમ રમવાનું ઘેલું લાગી ગયું હતું. દિવસનો મહત્તમ સમય તે મોબાઇલમાં ગેમ રમવામાં પસાર કરતો હતો. દરમિયાનમાં તેની માતાએ તેને વધુ પડતો મોબાઇલમાં ગેમ રમવા મુદ્દે ઠપકો આપ્યો હતો. જેમાં તેને લાગી આવતાં તેણે પોતાના ઘરે રાત્રીના સમયે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application