Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અરુણાચલ પ્રદેશમાં દુનિયાની સૌથી લાંબી ડબલ ટનલનું ટૂંકમાં ઉદ્દઘાટન થશે

  • September 05, 2023 

અરુણાચલ પ્રદેશમાં દુનિયાની સૌથી લાંબી ટનલ ખુલવા જઈ રહી છે. આ ટનલ ભારત માટે અતિ-મહત્ત્વપૂર્ણ છે. તેના કારણે ભારતીય સૈનિકોને ચીન સીમા સુધી જલ્દી પહોંચવામાં મદદ મળશે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશને અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું નિર્માણ કર્યું છે. ડબલ લેનવાળી ટનલ ૧૩ હજાર ફીટની ઊંચાઈ પર સ્થિત છે. રક્ષા મામલાના જાણકારોના મતે, આ ટનલને કારણે તવાંગ જેવા બોર્ડર વિસ્તારમાં સેનાની તેનાતીમાં સરળતા રહેશે. ભારતીય સેના અરુણાચલ પ્રદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો પ્રયત્ન કરી રહી છે, જેથી ચીન સામે મુકાબલામાં આસાની રહે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ-૨૦૧૯માં સેલા ટનલ પ્રોજેક્ટની શરૂઆત બાલીપારા-ચારદુઆર-તવાંગ રોડ પરથી કરાવી હતી. આ પ્રોજેક્ટ માટે રૂપિયા ૭૦૦ કરોડનો ખર્ચ થયો છે. ભારત દ્વારા ચીનના પડકારને પહોંચી વળવા માટે આ ક્ષેત્રમાં અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેલા ટનલ યોજના પૂરી થવામાં ભારે વરસાદ, વાદળ ફાટવા જેવા અનેક વિક્ષેપોને કારણે વિલંબ થયો હતો. તવાંગમાં શિયાળામાં રોડ કનેક્ટિવિટી મોટો ઈશ્યુ બનતો હોય છે ત્યારે, ચીનની બોર્ડર પાસે આવેલા પ્રોજેક્ટ સેલાથી બોર્ડર વિસ્તાર તવાંગ સુધી પહોંચવાના સમયમાં એક કલાક જેવો ઘટાડો થશે. આ સાથે જ કોઈપણ સીઝનમાં કનેક્ટિવિટીનો પ્રશ્ન રહેશે નહીં. આ પ્રોજેક્ટમાં ટનલ-૧ ૯૮૦ મીટર લાંબી છે.



જ્યારે, ટનલ-૨ ૧,૫૫૫ મીટર લાંબી છે, જે ટ્વીન ટયુબ ટનલ છે. પ્રોજેક્ટમાં બે રોડ સામેલ છે, જે ૭ અને ૧.૩ કિમીના છે. ટનલ-૨માં બે-લેનની ટયુબ અને ઈમરજન્સી માટે એક એસ્કેપ ટયુબ છે. જેના નિર્માણમાં ૫૦થી વધુ ઈજનરો અને ૫૦૦ બીઆરઓ વર્કર્સ સામેલ હતાં. આ ટનલ બનાવવામાં ઓસ્ટ્રેલિયાની ટનલિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, એક અઠવાડિયા બાદ અન્ય એક ટનલ નેચિફૂનો આરંભ થવાનો છે, જેનાથી સેનાને સરહદ પર કિલ્લેબંધી કરવામાં આસાની રહેશે. ૫૦૦ મીટરની નવી ટનલને વેસ્ટ કામેંગમાં ૫,૭૦૦ ફીટની ઊંચાઈ પર બનાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News