અમદાવાદના શહેરનાં બાપુનગરમાં રહેતો યુવક કોર્ટના આદેથી પોલીસે ડિટેઇન કરેલું બાઇક છોડાવવા માટે ગયો હતો, જ્યાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ. અને કોન્સ્ટેબલે રૂપિયા બે હજારની માંગણી કરી હતી જેથી યુવકે આ બનાવની એ.સી.બી.માં ફરિયાદ કરી હતી જેથી એ.સી.બી.ની ટીમે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું જ્યાં ડાયમંડ પોલીસ ચોકીમાં કોન્સ્ટેબલ રૂપિયા એક હજાર લેતા ઝડપાયો હતો. એ.સી.બી.એ મહિલા પી.એસ.આઇ. સહિત બે સામે ગુનો નોંધી કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બાપુનગરના યુવક સામે મારા મારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેનું બાઇક પોલીસે કબ્જે લીધું હતું. જે બાઇક છોડાવવા ફરીયાદીએ કોર્ટમાં અરજી કરી હતી જે અરજીના કામે અભિપ્રાય આપવા ડાયમંડ પોલીસ ચોકીના મહિલા પી.એસ.આઇ. તથા ચોકી રાયટરએ ફરીયાદી પાસે રૂપિયા બે હજારની માંગણી કરી ફરીયાદી પાસેથી રૂપિયા એક હજાર લઇ લીધા હતા બીજા રૂપિયા આપતા પહેલા યુવકે એ.સી.બી.માં ફરિયાદ કરી હતી જેથી પોલીસે છટકું ગોઠવ્યું હતું. બાકી રૂપિયા એક હજાર ડાયમંડ ચોકી ખાતે આપી જવા જણાવ્યું હતું. એ.સી.બી.ની ટીમની હાજરીમાં ફરીયાદી સાથે વાતચીત કરી લાંચ પેટે રૂપિયા એક હજારની રકમ સ્વીકારતા કોન્સ્ટેબલ પકડી પાડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application