ભાવનગરના આનંદનગર વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે મકાન માલિક સહિત ત્રણે મહિલાને ધમકી આપતા મહિલાએ પોતાની જાતે ફિનાઈલ પી લીધું હતું. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના આનંદનગર છેલ્લા બસ સ્ટેન્ડ, પોલીસ ક્વાર્ટર પાસે ભાડે મકાન રાખીને રહેતા દેવીબેન દિલીપભાઈ જગડે આજથી પાચેક મહીના પહેલા કરચલિયાપરામાં રહેતા મેહુલ પાસેથી આનંદનગરમાં છેલ્લા બસ સ્ટેન્ડ પાસે આવેલ મકાન માસીક ૩૦૦૦ ભાડેથી રાખ્યું હતું.તેની પાસેથી એક વર્ષ માટે ભાડેથી રાખ્યું હતું.
પરંતુ આજથી બે મહીના પહેલા મેહુલ તથા તેની બહેન તથા તેની માતા ત્રણેય જણા દેવીબેન પાસે આવેલ અને કહેલ કે મકાન ખાલી કરો કાંતો મકાનનું ભાડુ ૫૦૦૦ કરી દો નહીંતર મકાન ખાલી કરી નાંખો તેમ કહેતા દેવીબેન બીજુ મકાન ભાવનગરમાં શોધતા હતા. મકાન હાલ ભાડે થી નહીં મળતા તેમની પાસે મુદ્દત માગી હતી. મેહુલ પંદર દિવસની મુદ્દત આપી હતી. મેહુલે ફોન કરીને જણાવેલ કે મુદ્દત પૂર્ણ થઇ ગયેલ હોય મકાન ખાલી કરી આપો તેમ કહ્યું હતું. દરમિયાનમાં મેહુલ અને મેહુલ બહેન અને માતા દેવિબેન નાં ઘરે આવી.
ઉશ્કેરાઇ જઇ ગાળો આપી મારવા દોડયા હતા. પરંતુ બંને પુત્ર વચ્ચે પડી માર મારતા બચાવેલ હતી અને દેવિબેનએ તેઓને કહેલ કે મકાન મળશે ભાડે થી પછી તમારૂ મકાન સોંપી આપીશ તેમ કહેતા ત્રણેય જણા ઉશ્કેરાઇ ગયા હતા અને માણસો ભેગા થઈ જતાં ત્રણેય જતા જતા ધમકી આપેલ કે હવે જો અમારૂ મકાન ખાલી નહીં કરો તો જાન થી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. દરમિયાનમાં દેવીબેનને ભાડે નહીં મળતા કંટાળી ફીનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે દેવિબેનને બે મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ઘોઘરોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500