Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસરિયા વિરુદ્ધ મહિલાએ ફરિયાદ આપી

  • September 06, 2023 

નર્મદાના નાંદોદ તાલુકાના ચિત્રોલ ગામમાં દહેજ સહિતની બાબતે મહિલાને ત્રાસ આપતા સાસરિયાં વિરૂદ્ધ રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. મળતી માહિતી અનુસાર, હેતલબેન કવીરભાઇ વસાવાએ પોલીસમાં ફરિયાદ આપી જણાવ્યું હતું કે, પતિ કવીરભાઇ ઇશ્વરભાઇ વસાવા, સાસુ અંજનાબેન ઇશ્વરભાઇ વસાવા તથા પતિની બહેન નેહાબેન ઇશ્વરભાઇ વસાવા તથા ગ્રીષ્માબેન મુકેશભાઇ વસાવાએ ભેગા મળી ઘરકામ બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપી તેમજ હેતલબેન પાસે સોનું-ચાંદી તથા ફોર વ્હીલ ગાડીની દહેજ પેટે માંગણી કરી હતી અને મેણા-ટોણા મારી પતિને ખોટી ચઢામણી કરી શારીરિક, માનસિક ત્રાસ આપવામાં આવે છે જેને લઈ પોલીસે સાસરિયાં સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application