ઉત્તરપ્રદેશનાં પીલીભીતથી હચમચાવી દેનારો મામલો સામે આવ્યો છે. પૂરનપુર વિસ્તારમાં એક મહિલાએ પોતાના પતિ પર નવજાત ત્રીજી પુત્રીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. ડોક્ટરનાં રિપોર્ટ અનુસાર નવજાતની હાલત પહેલાથી કમજોર હતી. જે બાદ પતિ અને પત્નીની વચ્ચે સમાધાન થઈ ગયુ, જેના કારણે પોલીસે કેસ નોંધ્યો નહીં. પોલીસે જણાવ્યુ કે, પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઈ અને તેમના ઘરના વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
તેમણે જણાવ્યુ હતુ કે, તેમની પુત્રી શબ્બોના લગ્ન 8 વર્ષ પહેલા ફરહાનની સાથે સિરસા ગામમાં થયા હતા. શબ્બોએ બે વખત પુત્રીઓને જન્મ આપ્યો જેના કારણે તેમના પતિ, નણંદ અને બનેવી તેને મ્હેણા મારતા હતા અને મારામારી કરતા હતા. પીડિતાની માતાએ જણાવ્યુ કે, એક અઠવાડિયા પહેલા તેમની પુત્રી શબ્બોએ ત્રીજી પુત્રીને જન્મ આપ્યો હતો. જેના કારણે રોષે ભરાયેલા પતિ ફરહાને તારીખ 31 મે એ હોસ્પિટલમાં પોતાની પુત્રીને ઉઠાવીને દિવાલ પર ફેંકી, જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ.
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, પ્રસૂતાની માતાના નિવેદન અનુસાર પોલીસે કેસની તપાસ શરૂ કરી. જેમાં ડોક્ટરોએ જણાવ્યુ કે નવજાત શિશુની હાલત જન્મથી જ ખૂબ નાજુક હતી. જેના કારણે તેનુ મોત નીપજ્યુ. દિવાલ પર ફેંકવા જેવી કોઈ ઘટના નથી. પીડિતા અને તેની માતાએ પહેલા ફરહાનની ઉપર પોતાની ત્રીજી પુત્રીની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો પરંતુ બાદમાં ડોક્ટરનો રિપોર્ટ આવ્યા બાદ પતિ અને પત્ની વચ્ચે સમાધાન થઈ ગયુ હતુ. જેના કારણે એફ.આઈ.આર. નોંધવામાં આવી નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500