નર્મદા જિલ્લાનું વડું મથક રાજપીપળા શહેરમાં સાસરિયાએ દહેજ માટે ત્રાસ આપી કાઢી મૂકનાર પરિણીતાએ રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર, તબસ્સુમ આકીબહુસેન સોલંકી (રહે.દોલત બજાર, રાજપીપળા)નાંએ આપેલી ફરિયાદ મુજબ તેમના પતિ આકીબહુસેન ઝાકીરહુસેન સોલંકી તથા સસરા ઝાકીરહુસેન એહમદભાઇ સોલંકી તથા સાસુ સમીમબેન ઝાકીરહુસેન સોલંકી આ તમામ સાસરિયાઓએ એકસંપ થઇ માર મારી શારીરિક તેમજ માનસીક ત્રાસ આપી દહેજ પેટે લાખ રૂપીયાની માગણી કરી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમના ઘરમાંથી સગીર દીકરી સાથે પહેરેલા કપડે કાઢી મુકી શારીરિક માનસીક ત્રાસ આપી ગુનો કરતા મહિલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application