મોરબી જિલ્લામાં નજીવી બાબતે યુવાધન જિંદગી ટૂંકાવી લેતું હોવાની ઘટના સામે આવી રહી છે. જ્યાં હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે પતિ સાથે ચા બનાવવા બાબતે બોલાચાલી થતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મુળ છોટાઉદેપુરના રહેવાસી અને હાલ નવા ઘનશ્યામગઢ ગામની સીમ ધર્મેન્દ્રભાઇ વશરામભાઇ કડીવાલ પટેલની વાડીમા રહેતી ૧૮ વર્ષીય ઉર્મિલાબેન નાયક નામની પરિણીતાને તેના પતિ કરણભાઇ સાથે ચા બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી. જેને પગલે ઉર્મિલાબેનને લાગી આવ્યું હતું અને જંતુનાશક ઝેરી દવાને ગટગટાવીને અંતિમ પગલું ભર્યું હતું.જેની જાણ પતિ સહિતના પરિવારજનોને થતા તુરંત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ અંગેની જાણ હળવદ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતક પરિણીતાનો લગ્નગાળો ૨ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે હળવદ પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application