Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અકસ્માત સર્જી ભાગી રહ્યો હોવાના શંકામાં કાર ચાલકને ઝડપી પોલીસને હવાલે કરાયો

  • October 20, 2021 

વલસાડ શહેરમાં બુધવારે મોડી રાત્રે તિથલ રોડ ઉપર દોડતી ઇકો કાર નંબર. જીજે/05/આરએલ/ 9045નો ચાલક પુરઝડપે તિથલ રોડ ઉપર દોડી રહ્યો હતો. તિથલ રોડ ઉપર દોડતા અન્ય વાહન ચાલકોએ કાર ઉપર લોહી ના ડાઘ જોઈ કાર ચાલક અન્ય કોઈ જગ્યાએ અકસ્માત સર્જી ભાગી રહ્યો હોવાના શંકામાં તિથલ રોડ ઉપર અન્ય વાહન ચાલકોએ કારને અટકાવી ચેક કરતા કારમાં પણ લોહી પડેલું મળી આવ્યું હતું.

 

 

 

 

ત્યારબાદ વાહન ચાલકોએ તાત્કાલિક વલસાડ સીટી પોલીસને જાણ કરી કાર ચાલકને પોલીસને સોંપ્યો હતો. વલસાડ સીટી પોલીસે કાર ચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા સુરતના 7 થી 8 મિત્રો બે કારમાં દમણ પાર્ટી કરવા ગયા હતા. પાર્ટી કરી કોસ્ટલ હાઇવે થઈ પરત ફળી રહ્યા હતા તે દરમિયાન એક યુવકની નસકોરી ફૂટી હતી. જેનું લોહી કાર ઉપર ઉડયું હોવાનું સામે આવ્યું હતું અને તે યુવક કોસ્ટલ હાઇવે ઉપર અન્ય મીત્રો સાથે કારમાં બેસી જતો રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને યુવકો સામે દારૂના નશામાં વાહન ચલાવવાનો ગુનો નોંધી ઘટનાની તપાસ હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application