માંડવી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહીલા નાયબ મામલતદાર તેમના પતિ સાથે ધ્વજવંદન માટે કારમાં અંકલેશ્વર થી માંડવી આવી રહયા હતા તે વેળાએ વાંકલ ઝખવાવ રોડ પર બેફામ બનેલા એક ડમ્પરે કારને અડફેટેમાં લેતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં નાયબ મામલતદાર અને તેના પતિનું મોત થયું હતું
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંડવી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહિલા નાયબ મામલતદાર સીમાબેન વસાવા ભરુચ જિલ્લાનાં અંકલેશ્વર ખાતે રહે છે આજ રોજ 15મી ઓગસ્ટના ના દિવસે ધ્વજવંદન ના કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેના પતિ સંદીપ વસાવા સાથે બ્રેઝા કાર લઈ ને અંકલેશ્વર ખાતેથી માંડવી આવી રહ્યા હતા ત્યારે માંગરોળ તાલુકાના સેલારપુર ગામની સીમમાં આવેલ ઝંખવાવથી વાંકલ જતા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પુરઝડપે દોડતા એક ડમ્પર ટ્રક નંબર જીજે/19/એક્સ/7699 ના ચાલકે પોતાના કબ્જાનું વાહન ગફલત ભરી રીતે હંકારી લાવી બ્રીઝા કાર નંબર જીજે/19/એ એફ/9796 ને અડફતેમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં સીમાબેન અને તેમના પતિ સંદીપભાઈ ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યા હતા.બનાવ અંગે અભેસિંગભાઈ સુપડભાઈ વસાવા રહે,તરસાડી, મહાદેવ નગર સોસાયટી તા.માંગરોળ જી.સુરત નાઓની ફરિયાદ ના આધારે ઝંખવાવ આઉટ પોસ્ટ પોલીસ મથકે ડમ્પર ચાલકે વિરુદ્ધ પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application