વાલોડનાં બાજીપુરા ગામેથી DGVCLનાં લોખંડનાં વીજપોલની ચોરી કરીને સગવગે કરતા 8 યુવકોની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ,વાલોડ તાલુકાના બાજીપુરા હાઈસ્કુલની બાજુમાં રહેતા સમીરભાઈ રણજીતભાઈ ચૌધરી નાઓ છેલ્લા 2 વર્ષથી DGVCLમાં પેટા વિભાગીય કચેરી વાલોડ ખાતે નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવે છે જ્યારે સમીરભાઈ ચૌધરીએ બુધવારનાં રોજનાં પોલીસ મથકે ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે,બાજીપુરા પાઈપની ફેકટરી તથા ગાયત્રી મંદિર પાસે આવેલ ખાડીમાંથી DGVCLનાં લોખંડના વીજપોલ કાઢીને રાખેલ હતા, જેમાં 1 વીજપોલ 12 ફૂટનો તથા 2 વીજપોલ 9 ફૂટનાં તેમજ 7 નંગ વીજપોલનાં ટુકડા જે આશરે 3 ફૂટના કટીંગ કરેલ હતું અને જેનું કુલ વજન 350 કિલોગ્રામ હતું, જોકે એક કિલો લોખંડનાં રૂપિયા 70/- લેખે હોવાથી કુલ કિંમત રૂપિયા 24,500/- ચોરી કરી હતી તેમજ વીજપોલની ચોરી તથા વીજપોલ કાપવા માટે ઉપયોગમાં લીધેલ ઈલેક્ટ્રીક કટર જેની કિંમત રૂપિયા 1,500/- મળી કુલ રૂપિયા 26,000/-નો મુદ્દામાલ સગેવગે કરવાના ઈરાદે બુટવાડા ગામે ભવાની ફળિયામાં લઈ જતા પોલીસે 8 યુવકોની ધરપકડ કરી હતી.
વીજપોલની ચોરી કરતાં પકડાયેલા યુવકો...
1. આશિષભાઈ રમેશભાઈ હળપતિ (રહે.ભવાની ફળિયુ,બુટવાડા,વાલોડ)
2. સંજયભાઈ સુરેશભાઈ હળપતિ (રહે.ભવાની ફળિયુ,બુટવાડા,વાલોડ)
3. કરણભાઈ જયેશભાઈ હળપતિ (રહે.ભવાની ફળિયુ,બુટવાડા,વાલોડ)
4. હિતેશભાઈ કાંતુભાઈ હળપતિ (રહે.ભવાની ફળિયુ,બુટવાડા,વાલોડ)
5. સાવનભાઈ જયંતીભાઈ હળપતિ (રહે.ભવાની ફળિયુ,બુટવાડા,વાલોડ)
6. બળવંતભાઈ બચુભાઈ હળપતિ (રહે.ભવાની ફળિયુ,બુટવાડા,વાલોડ)
7. આશિષભાઈ અશોકભાઈ હળપતિ (રહે.ભવાની ફળિયુ,બુટવાડા,વાલોડ)
8. સંજયભાઈ રમેશભાઈ હળપતિ (રહે.સુખળ ફળિયુ,બુટવાડા,વાલોડ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500