Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં ઘરના પાર્કિંગ સેડમાંથી કારની ઉઠાંતરી,પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  • September 05, 2021 

વ્યારાના નવુ ઢોડીયાવાડ વિસ્તારમાં ઘરના પાર્કિંગ સેડમાંથી સ્વીફ્ટ ડીઝાયર કારની ઉઠાંતરી થઇ હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર વ્યારાના નવુ ઢોડીયાવાડમાં પરિવાર સાથે રહેતા ૪૧ વર્ષીય મનિષકુમાર ભગુભાઈ ઢોડીયા નાઓએ ગત તા.ત્રીજી સપ્ટેમ્બર નારોજ પોતાના ઘરના પાર્કિંગ સેડમાં લોક કરી પાર્ક કરેલ સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર જીજે/૨૬/એ/૮૪૧૮ જેની (કિંમત રૂપિયા ૪ લાખ) ની કોઈ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી નાશી ગયો હોવાની ફરિયાદ મનિષકુમાર ઢોડીયાએ શનિવાર ના રોજ વ્યારા પોલીસ મથકે કરી હતી જેમની ફરિયાદના આધારે પોલીસે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application