Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપરાડાનાં મોટાપોંઢા ગામેથી દિન દહાડે મકાનમાંથી રૂપિયા 3.25 લાખની ચોરી થતા પંથકમાં ચકચાર મચી

  • June 16, 2024 

કપરાડાના મોટાપોંઢા ગામે રહેતા નારીગરા પરિવારના સભ્યો 12માની વિધિમાં હાજરી આપવા માટે તેમનું મકાન બંધ કરીને સુરત ખાતે ગયા હતા. જે તકનો લાભ ઉઠાવીને દિન દહાડે ત્રાટકેલા ચોરટાઓએ મકાનમાં પીપડામાં મૂકેલા સોનાનાં ઘરેણાં રોકડ રકમ મળી કુલ રૂપિયા 3.25 લાખ લઈને ફરાર થઇ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કપરાડાના મોટાપોઢા ગામના હટીમાળ કરશન ફળિયામાં હાલે રહેતા (મૂળ રહે.કુંભારવાડા ગામ, રામાપીર મંદિર પાસે, તા.ઘોઘા,જિ.ભાવનગર) મગનભાઈ ઝવેરભાઈ નારીગરા ઈટનો વેપાર કરે છે.


તેઓ ફળિયામાં રહેતા ગણેશભાઈ લક્ષ્મણભાઈ પટેલની માલિકીની જમીનમાં ઇંટનો ભઠ્ઠો ચલાવે છે અને પત્ની શિવકુંવરબેન સાથે રહે છે. તેમનો પુત્ર પરસોત્તમ કપરાડાના કાકડકોપર ગામે ઈટનો ભઠ્ઠો ચલાવે છે અને તેના પરિજનો સાથે રહે છે. ગત તારીખ 13/06/24નાં રોજ મગનભાઈ તેમની અને તેમની પત્ની કુંવરબેન કાકડકોપર ગામે રહેતા પુત્ર પરસોત્તમના ઘરે ગયા હતા. જે બાદ મગનભાઈ સહિતના તેમના તમામ પરિવારજનો સુરતના કીમ ખાતે રહેતા મગનભાઈની બહેન અંજુબેન ગોવિંદભાઇ સોરાના ઘરે તેમના 12ના પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા.


જે બાદ મગનભાઈ તેમની પત્ની અને પૌત્ર ઉમેશ પરત કાકડકોપર ગામે પહોંચ્યા હતા. જે બાદ મગનભાઈ અને તેમની પત્ની બાઈક પર બેસીને હટીમાળ કરશન ફળિયામાં આવેલા ઘરે પહોંચ્યા હતા. આ સમયે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતુ. તેથી કશુક અજુગતુ થયાની શંકા સાથે દંપતીએ તપાસ કરતા ઘરનો સર સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. દંપતીએ તેમની પુત્રીના સોનાનાં ઘરેણાં જે પીપડામાં સંતાડ્યા હતા તે પીપડાને મારેલું તાળું પણ તૂટેલી હાલતમાં મળી આવતા, મગનભાઈને ઘરમાં ત્રાટકેલા ચોરટાઓએ કસબ અજમાવ્યો હોવાની ખાતરી થઇ હતી. બંધ મકાનમાં ત્રાટકેલા ચોરટાઓએ પીપડામાં સંતાવામાં આવેલું સોનાનું એક મંગળસૂત્ર, 1 સોનાનો હાર, સોનાની એક ચેઈન, સોનાની 2 જોડ કાનની બુટ્ટી, સોનાની 5 વીંટીઓ સોનાની નાકમાં પહેરવાની જડ નંગ 7 અને 1 સોનાના કાનની કડી કિંમત રૂ.3,03,000 અને રોકડા રૂ.22,000 મળી કુલ રૂ.3,25,000ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application