વેસ્ટ બંગાલની ખાડીમાં ઉદભવેલ વાવાઝોડાની અસર સુરત શહેરના હવામાનમાં નોંધાતા આજે પવનની દિશા ફંટાઇને દરિયા પરથી વાતા તાપમાનમાં એક જ દિવસમાં સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇને 36.8 ડિગ્રી થઇ ગયું હતું. સુરત શહેરનું આજે અધિકતમ તાપમાન 36.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 28.4 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા, હવાનું દબાણ 1000.9 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના સાત કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.
હવામાન વિભાગે વેસ્ટ બંગાલની ખાડીમાં ઉદભવેલા વાવાઝોડાની અસર સુરતમાં વર્તાય તેવી આગાહી કરી હતી. દરમિયાન આજે પવન જમીન પરના ગરમ પવન ફુંકાવવાના બદલે દક્ષિણ દિશામાંથી દરિયાપરના ભેજવાળા પવન ફુંકાતા તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો હતો. પરંતુ આખો દિવસ અસહય ગરમી, ઉકળાટ, બફારોથી શહેરીજનો પરસેવે રેબઝેબ થઇ ઉઠયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500