જામનગર જિલ્લાનાં નાઘેડી ગામમાં રહેતા તેજસ સુભાષચંદ્ર લીમચીયા (ઉ.વ.37) કે જે મૂળ વડોદરાના માંજલપુર પંથકનો વતની છે, અને તેની સામે પંચમહાલ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનમાં સ્ત્રી અત્યાચાર ધારા હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉપરાંત તેની સામે મારામારીનો પણ કેસ નોંધાયેલો છે. જે આરોપી હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી ખાવડી ગામના રેલવે સ્ટેશન પાસે આવ્યો છે, તેવી બાતમી જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને મળી હતી. જે બાતમીનાં આધારે રાત્રે પોલીસ ટુકડીએ વોચ ગોઠવી આરોપી તેજસ લીમચિયાને ઝડપી લીધો હતો અને તેનો કબજો પંચમહાલ જિલ્લાનાં પોલીસ મથકમાં સોંપી દેવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application