અમદાવાદ શહેરનાં બોડકદેવ વિસ્તારમાં આવેલા કારના શો રૂમમાં સિનિયર રિલેશનશીપ મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ કાર બુક કરાવવાના નામે એડવાન્સમાં રૂપિયા ૨૦.૩૫ લાખ જેટલી રકમ લઇને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોલા વિસ્તારમાં રહેતા અને એસ જી હાઇવે બોડકદેવમાં આવેલા કિરણ મોટર્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ધનદીપસિંહ રાજપુતે વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના શો રૂમમાં છેલ્લાં દોઢ વર્ષથી સિનિયર રિલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરતા મિતેષ રાવલે (રહે. આકાશગંગા એપાર્ટમેન્ટ, બાપુનગર) છ જેટલા ગ્રાહકો પાસેથી કાર બુકીંગ અને ડાઉન પેમેન્ટના નામે છેલ્લાં ત્રણ મહિનામાં ૨૦.૩૫ લાખની રકમ ઓનલાઇન અને રોકડમાં લઇને કાર નહી આપીને છેતરપિંડી કરી હતી. એટલું જ નહી તે શંકાસ્પદ રીતે રજા પર ઉતરીને મોબાઇલ સ્વીચ ઓફ કરીને ગાયબ પણ થઇ ગયો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application