સુરત શહેરનાં કાપોદ્રામાં હીરાબાગ નજીક ચા પીને પરત ફરતી વેળાએ બાઇકને અન્ય બાઇક ચાલકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા બે મિત્રો પૈકી એક આધેડનું ઘટના સ્થળે કરૂણ મોત થયુ હતુ. જયારે તેના મિત્રને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, મુળ જામનગરમાં ધ્રોલના વતની અને હાલમાં વરછાના અશ્વનિકુમાર રોડ પર વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ૪૯ વર્ષીય પ્રકાશભાઇ વિઠ્ઠલભાઇ સાપરીયા અને તેનો મિત્ર કેત વેગડ ગત મોડી રાતે ચા પીને બાઇક પર ઘરે પરત આવવા નીકળ્યા હતા.
તે સમયે કાપોદ્રાના હીરાબાગ ખાતે પી.પી સવાણી સ્કુલ પાસે તેમની બાઇકને પુરઝડપે હંકારતા અન્ય બાઇક ચાલક અર્જુન રાવલ (ઉ.વ.૨૦., રહે.કાપોદ્રા)એ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા થતા પ્રકાશભાઇનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. જયારે તેમના મિત્ર કેતને ઇજા થતા સારવાર માટે ખસેડાયો હતો. સુત્રો કહ્યુ કે, અન્ય બાઇક ચાલક અર્જુન ભાગવા જતો હતો. પણ લોકોએ તેને પકડી મેથીપાક આપીને પોલીસને સોપ્યો હતો. જયારે પ્રકાશભાઇને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જયારે તેમની એક દિકરીના ત્રણ મહિલા પછી લગ્ન હોવાથી તે તૈયારી કરતા હતા. તે કડીયાકામ કરતા હતા. જોકે કાપોદ્રા પોલીસે બાઇક ચાલક અર્જુન રાવલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application