Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં યુવકને માંઠુ લાગતાં અને યુવતીએ બીમારીને કારણે આપઘાત કર્યો

  • November 24, 2024 

સુરત શહેરમાં આપધાતના બે બનાવમાં પાંડેસરામાં શુક્રવારે બપોરે પુત્રએ દારૂ પીવાની ના પાડતા માંઠુ લાગતા પિતા અને લિંબાયતમાં શુક્રવારે સાંજે બિમારીના લીધે મહિલાએ આત્મહત્યા કરી હતી. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, પાંડેસરામાં જય અંબેનગરમાં રહેતો ૩૪ વર્ષીય શંભુ મેવાલાલ નિશાદ ગત બપોરે બીજા માળે આવેલા રૂમની બહાર ગેલેરીમાંથી નીચે ઝંપલાવ્યુ હતું. જેમાં તેને ગંભીર ઇજા થતા સારવાર માટે નવી સિવિલમાં દાખલ કર્યો હતો.


જયાં ટુંકી સારવાર દમિયાન તે મોતને ભેટયો હતો. શંભુના પરિચિત વ્યકિતએ કહ્યુ કે, શંભુ દારૂનો વધુ નશો કરતો હતો. જોકે પણ તે દારૂનો નશો કરીને ઘરે આવ્યો હતો. જેથી તેના પુત્રએ તેને દારૂ પીવાની ના પાડી હતી. જેથી તેને માંઠુ લાગતા આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. જયારે શંભુ સંચાખાતામાં કામ કરતો હતો. તેનો પુત્ર મિલમાં નોકરી કરે છે. બીજા બનાવમાં લિંબાયતમાં ખાનપુરામાં રહેતી ૩૨ વર્ષીય રુબિના દાદામિયા પટેલ ગત સાંજે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. જોકે પરિવારના સભ્યોની નજર પડતા તેને નીચે ઉતારીને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી. સુત્રો કહ્યુ કે, રુબિના બ્લડ પ્રેશર સહિતની બિમારી પીડાતી હતી. જેનાથી કટાંળીને આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેના પતિ છુટક મજુરી કામ કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application