Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદનાં ઠક્કરનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને રોકી ધમકી આપી

  • November 24, 2024 

અમદાવાદ શહેરનાં ઠક્કરનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને રોકીને તું મારી સાથે કેમ વાતચીત નથી કરતી કહીને તકરાર કરીને ગાળો બોલવા લાગ્યો હતો અને હાથ પકડીને મહિલાની છેડતી કરીને હતી અને સબંધ નહી રાખે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઠક્કરનગર વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષની મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા સવારે મહિલા પોતાના પુત્રને સ્કૂલમાં મૂકીને ઘરે પરત આવી રહી હતી ત્યારે આરોપીએ તેને રોકી હતી અને તું મારી સાથે કેમ વાતચીત કરતી નથી કહેતા મહિલાએ મારે તારી સાથે વાતચીત કરવી નથી તેમ કહેતા યુવકે ઉશ્કેરાઇને ગાળો બોલવાની શરૂ કરતાં મહિલાએ ગાળો બોલવાની ના પાડી હતી. એટલું જ નહી યુવકે મહિલાનો હાથ પકડીને છેડતી કરી હતી ચાકુ બતાવીને મારી સાથે સંબંધ નહી રાખે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ડરના માર્યા મહિલા વાહન લઇને ઘરે જતી રહી હતી અને પરિવારને જાણ કરીને આરોપી સામે ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application