Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતનાં 15 શહેરમાં તાપમાન 34 ડિગ્રીને પાર પહોંચી ગયું

  • February 19, 2024 

હાલ સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા, વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. ત્યારે હવામાનમાં આવનારા આ પલટામાં ગુજરાતને શું અસર થશે તે જોઈએ. નવી આગાહી અનુસાર, એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ 18થી 20 ફેબ્રુઆરીના રોજ આવશે. જેના કારણે 18થી 20 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. 15 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. 18થી 20 ફેબ્રુઆરીના પવનની વધુ રહેશે અને ધૂળ ઉળશે અને ગરમી રહેશે. શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છે.


આ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે. ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18,19થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઇ શકે છે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21થી લઇને 26 ફેબ્રુઆરી વચ્ચે નોર્મલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. આ કડકડતી ઠંડી નહીં હોય સામાન્ય ઠંડી હશે. આમાં પણ મિક્સ ઋતુ તો જોવા મળશે જ. રાત્રિના સમયે ખૂબ ઠંડીનો અહેસાસ થશે. જ્યારે દિવસનું તાપમાન નોર્મલ કરતાં એક-બે ડિગ્રી વધુ રહેશે.


આગાહી મુજબ, કોસ્ટ પર ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. જ્યાં પવનની ગતિ 15થી 20 પ્રતિકલાક રહેવાની શક્યતા છે. કોસ્ટ ઉપરાંતના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ પવનની દિશા ઉત્તર ઉત્તર પૂર્વની રહેશે. આ કારણે ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી એ વાત તો સાચી છે. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે.  હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જેવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવવાની શક્યતા છે. પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટનાજ ણાવ્યાં મુજબ એક પછી એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતા છે.


જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જવા મળશે. જેના લીધે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. હવામાન ખાતાએ બદલાતા હવામાનની સંભાવનાઓ ધ્યાનમાં  લઈ સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ ઉ.ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, અમુક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application