વાપીમાં મચ્છી માર્કેટ મહાવીર સ્પોર્ટ્સ દુકાનની બાજુમાં રહેતા અદનાન પરવેઝ શેખ (ઉ.વ.૧૮)ને ક્રિકેટ મેદાન પાસે અપશબ્દ બોલ્યાની શંકા રાખી ત્રણ ઈસમોએ ઢોર માર માર્યો હોવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, ફ્લિપકાર્ડ ડિલિવરીનું કામ કરતા અદનાન પરવેઝ શેખ સાંજે છ વાગ્યે ઘર નજીક પ્રજાપતિ હોસ્પિટલની પાછળ ક્રિકેટ રમવા ગયેલો અને ગ્રાઉન્ડ પર મિત્ર અક્ષય સાથે વાતો કરતો હતો. તે વખતે જયરાજ પરશુરામ જોગમેકર ત્યાં આવી કહેવા લાગ્યા હતા કે, ‘મારું નામ લઈ કેમ મને ગાળો આપે છે’ તેથી અદનાન પરવેઝ શેખ એ કહેલું કે, હું મારા મિત્ર અક્ષયની સાથે વાતો કરું છું. મેં તને કંઈ કીધું નથી.
બાદમાં થોડીવારમાં પરશુરામ તથા ચેતન વેગનઆર કાર લઈને આવ્યા હતા અને ચેતનભાઈએ ગાડીમાંથી ઉતરી અદનાનને પકડી લીધેલો અને પરશુરામે બેઝબોલની સ્ટીકથી ફટકા મારેલા અને ત્યારબાદ ચેતન તથા જયરામે પણ માર મારી ગાળો આપતા હતા. દરમિયાન અદનાન તેમને ધક્કો મારી ત્યાંથી દોડીને ભાગી જતા તેઓ ‘આજ તો તને મારી જ નાખવો છે તેવી ધમકી આપી હતી’ તેથી અદનાન ત્યાંથી ભાગી વાપી જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો અને ત્યાંથી પોલીસને ફરિયાદ કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application