સુરત જિલ્લાનાં દેલાડ ગામની ગોખલે કોલોનીમાં વરલી-મટકાનો જુગાર રમાડતાં ત્રણ જુગારીઓને રૂપિયા ૩૧,૭૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે આ ગુન્હામાં જુગાર રમાડનાર સાયણ ટાઉનમાં રહેતો મુખ્ય આરોપી ઈરાન બાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, એલ.સી.બી. શાખાની પોલીસ ટીમ ગતરોજ સાયણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે સંયુક્ત બાતમી મળી હતી કે, દેલાડ ગામે ગોખલે કોલોનીમાં ઈરફાન બાવા (રહે.સાયણ)નામનો શખ્સ તેના માણસ દ્વારા અલગ-અલગ ગ્રાહકો પાસેથી વરલી મટકાના આંકો લઇ પૈસાથી હારજીતનો જુગાર રમાડી રહ્યો છે.
આ બાતમીના પગલે પોલીસ ટીમે રેઇડ કરતાં કોલોનીમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ત્રણ આરોપી ઓ પૈકી મુળ ઉમરપાડા તાલુકાનો વતની માધવ નાનસીંગ વસાવા, સમીર મંગા રાઠોડ અને મુળ રાજસ્થાન રાજ્યના ઉદેપુર જિલ્લાનો વતની લક્ષ્મણ મોગાજી મીણાને દબોચી લીધો હતો. આમ, પોલીસે ગુન્હા સ્થળેથી રોકડા રૂપિયા ૧૧,૭૫૦/- અને તેમની પાસેથી મળેલ ચાર નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩૧,૭૫૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ પોલીસે આ ગુન્હામાં ગુનામાં જુગાર રમાડતો મુખ્ય આરોપી ઈરફાન બાવાને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500