Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વોન્ટેડ આરોપી તેમજ ભોગબનનારને શોધી કાઢતી જંબુસર સર્કલ પીઆઈ ની ટીમ

  • February 17, 2021 

વડોદરા રેન્જ પોલીસ મહાનીરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી. ગોહીલ જંબુસર વિભાગ જંબુસર નાઓની સુચના આધારે ભરૂચ જીલ્લામાં સગીર બાળાઓનું અપહરણ કરનાર આરોપીઓ તેમજ સગીર બાળાઓની શોધખોળની કામગીરી ચાલતી હોય.

 

 

 

 

જે અનુસંધાને વાગરા પોલીસ મથકે નોંધાયેલ ગુનાના કામે આરોપી કિશનભાઇ બુધાભાઇ સોમાભાઇ પઢીયાર રહે, ઉંબેર ગામ મોટુ ચકલું તા.જંબુસર જ. ભરૂચનાઓ ભોગ બનનાર સગીર બાળા ઉ.વ આશરે 15 વર્ષ 8 માસ નાનીને ફરીયાદીશ્રીના કાયદેસરના વાલીપણા માંથી લગ્ન કરવાના ઈરાદે પટાવી ફોસલાવી તા.16/10/2020 નારોજ મુલેર ગામના ટાંકી ફળિયા તા.વાગરા જી.ભરૂચ થી ભગાડી લઈ ગયેલ જે આરોપી અને ભોગ બનનારને શોધી કાઢવા માટે હ્યુમન સોર્સીસથી તથા ટેકનિકલ એનાલીસી દ્વારા આરોપી તથા ભોગ બનનાર બાળાનાઓ ઉબેર ગામ તા.જંબુસર જી.ભરૂચ ખાતે આરોપીના ઘરે આવેલ હોવાની માહીતી આધારે આરોપી તથા ભોગ બનનારને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.(હનીફ માંજું દ્વારા ભરૂચ )


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application