Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુલ પરથી શિક્ષકે નદીના પાણીમાં કુદકો માર્યો, કર્મીઓએ શિક્ષકને બચાવ્યો

  • December 27, 2022 

નિઝરના કાવઠા ગામની સિમમાથી પાસર થતી તાપી નદી ઉપર આવેલ પુલ પર એક શિક્ષકએ મોટર સાઇકલ તાપી નદીના પુલ ઉપર ઊભી રાખીને તાપીનદીના પાણીમા કુદકો માર્યો હતો,જોકે પુલ પાસે ફરજ બજાવતા જીઆરડી ના જવાને અને પાણી પુરવઠા શાખાના કર્મચારીએ સર્તકતા વાપરીને નદીના પાણીમાં નાવડી લઈ જઈને નદીના પાણીમાં ડૂબતાં શિક્ષકને બચાવી લીધો હતો. ત્યારબાદ શિક્ષકને ૧૦૮ મારફતે કુકરમુંડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસાડવામાં આવ્યા હતા.




મળતી માહિતી અનુસાર નિઝરના કાવઠા ગામની સીમમાં તાપી નદી પુલ ઉપર જયદીપસિંહભાઈ મક્કનસિંહભાઈ રાજપૂતે (રહે.નંદુરબાર- મહારાષ્ટ્ર) નાઈ પોતાની મોટર સાઇકલ નંબર એમએચ/૩૯/એક્સ/૭૨૨૨ પર બેસીને તાપી નદીના પુલ ઉપર આવ્યો હતો. મોટર સાઇયલ પુલ ઉપર ઊભી કરીને કોઈ અગમ્ય કારણ સર તાપી નદીના પાણીમાં છલાંગ લગાવી દીધી હતી.



જોકે પુલ પર અકસ્માત ન થાય તે સારું ફરજ પર હજાર જીઆરડી ના જવાનો સંદીપભાઈ, નિલેશ,અને સુનિલભાઈ તાત્કાલિક તાપી નદી કિનારે પહોંચી ગયેલ અને પાણી પુરવઠા ખાતામાં ફરજ બજાવતા કર્મચારીને મદદમાં બોલાવી લઈને તાપી નદી કિનારે રહેલ નાવડીને ચલાવી જઈને તાપી નદીના પાણીમાં ડૂબતાં મહારાષ્ટ્રના શિક્ષક પાસે પોહચીને નદીના પાણીમાથી બાહર કાઢી નાવડીમાં બેસાડીને તાપી નદીના કિનારે લાવ્યા હતા.જે ઈસમને ઊંધો કરીને મોઢામાથી પાણી બાહર કાઢવામાં આવ્યું હતું. અને ૧૦૮ દ્વારા સારવાર અર્થે કુકરમુંડા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવા આવ્યા હતા.ઘટના અંગે વધુ તાપસ નિઝર કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application