Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તંત્ર જોઈ રહ્યું છે અકસ્માતની રાહ, વ્યારા નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ

  • September 17, 2022 

વ્યારા નગરના મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર રખડતા ઢોરના કરાણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તંત્ર જાણે અકસ્માતની રાહ જોઇને બેઠું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.




વ્યારા નગરના ઉનાઈ નાકા પાસે વધુ રખડતા ઢોરો નજરે પડ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉનાઈ નાકા પાસે જ લોકોની અવરજવર વધુ હોય છે. સ્થાનિકો રખડતા ઢોરના આતંકથી લોકો અને રાહદારીઓ તેમજ નાના વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રસ્તામાં બાખડતા અને નગરની ગલીઓમાં રખડતા ઢોર આતંક મચાવે છે સાથે જ વાહનચાલકોને અડફેટે પણ લઇ રહ્યા છે. માર્ગની નજીકમાં જ અડીંગો જમાવીને ઉભા રહેતા રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યાં જ જો કોઇ રાહદારી રસ્તામાં આવે તો તેમને ફંગોળી નાંખે છે. ત્યાં જ ક્યારેક તો આ રખડતી રંજાડ કોઇને જીવ પણ લઇ લે છે. ત્યારે રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે કૂદકેને ભૂસકે વધી રહી છે.ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application