મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને, જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે સ્વાગત કાર્યક્રમો યોજવામા આવે છે. આ ઓનલાઇ ફરિયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત તા.24/04/2003 થી થઇ હતી. આ કાર્યક્રમને એપ્રિલ-2023મા 20 વર્ષ પુર્ણ થાય છે. જે નિમિત્તે એપ્રિલ માસના ચોથા સપ્તાહને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનું નિયત કરવામા આવ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.11 થી 29 એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહના જન જાગૃતી કાર્યક્રમો સહિત ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, અને જિલ્લા સ્વાગતના કાર્યક્રમો યોજાશે.
તા.15 એપ્રિલ 2023ના રોજ પંચાયત વિભાગના સંકલનમા રહી બાઇસેગ- સેટકોમ દ્વારા તલાટીશ્રી, સરંપચશ્રી તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીની તાલીમ યોજાનાર છે. તા.11 થી 17 એપ્રિલ ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વિકારવા માટે કેમ્પનુ આયોજન કરાશે. તા.24-26 સુધી તાલુકા સ્વાગત કાર્યક્રમનુ આયોજન થનાર છે. જેમા તા.24ના રોજ આહવા તાલુકા, તા.25 સુબીર તાલુકા, તેમજ તા.26ના રોજ વઘઇ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.27 એપ્રિલના રોજ જિલ્લા સ્વાગત તેમજ રાજ્ય સ્વાગત કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે. જિલ્લામા સ્વાગત સપ્તાહની ઉજવણી અંગે જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કાર્યક્રમ અંગેની સમીક્ષા બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા કલેક્ટરએ સ્વાગત કાર્યક્રમ અંગે બહોળો પ્રચાર પ્રસાર તેમજ કાર્યક્રમ અંગે સુદ્ધઢ કામગીરી કરવા જણાવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500