Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શાળામાં તાંત્રિક વિધિ કરી મરઘાં, બકરાંની બલિ ચઢાવવામાં આવતાં વિદ્યાર્થીઓ ગભરાયા

  • January 01, 2024 

વલસાડ જિલ્લામાંથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. જેમાં અહીં એક શાળામાં તાંત્રિક વિધિ કરી મરઘાં, બકરાંની બલિ ચઢાવવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્કૂલના વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા છે. આ મામલો બહાર આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વલસાડમાં શાળામાં તાંત્રિક વિધિની ઘટના સામે આવી છે. ધરમપુરના નડગધરી ગામે સાદડપાડા સ્કૂલમાં રસોઈયા ગણજુભાઈ ભોયાએ શાળાના કોમ્પલેક્સમાં બે ભૂવા બોલાવી વિધિ કરવામાં આવી હોવાનો એસ.એમ.સીનાં સભ્યોએ આરોપ લગાવ્યો છે. આ સાથે જ આ મામલે એસ.એમ.સી.ના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી છે.



અરજીમાં આરોપ કરાયો છે કે, ગત તારીખ 5 ડિસેમ્બરના રોજ સ્કૂલના રસોઈયાએ ભૂવા બોલાવી શાળાના પરિસરમાં જ તાંત્રિક વિધિ કરાવી હતી. તાંત્રિક વિધિ માટે પશુની બલિ પણ ચઢાવાઈ હતી. મરઘા અને બકરાંની બલિની વિધિ શાળાથી દુર નદી કિનારે કરવામાં આવી હતી, બલિમાં 25 નારીયેળ, 12 મરઘાં અને 1 બકરાની બલિ ચઢાવવામાં આવી હતી. 1થી 8 ધોરણની સ્કૂલમાં વિધિ કરવામાં આવતા બાળકો ભયભીત થયા છે. વલસાડના અંતરિયાળ વિસ્તારમાં શાળામાં ભગત ભુવા બોલાવી મેલી વિદ્યાના નામે 12 મરઘા 1 બકરાની બલી ચઢાવવામાં આવતા શાળાના જ એસ.એમ.સી. સભ્યો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.



હાલ આ ઘટના ચર્ચાનો વિષય બની છે. વલસાડના ધરમપુર તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આ આવેલ નડગધરી પ્રાથમિક શાળામાં રસોઈયા તરીકે ફરજ બજાવતા ગજુભાઈ ભોયા દ્વારા શાળામાં ભગત ભુવા બોલાવીને મેલી વિદ્યા કરી હતી. શાળામાં 25 નાળિયેર બાર મરઘા અને એક બકરાની બલી ચડાવવામાં આવી હતી. સમગ્ર ઘટના ગ્રામજનો અને એસ.એમ.સી. સભ્યોનાં ધ્યાન પર આવતા તેમના દ્વારા સમગ્ર મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે એસ.એમ.સી. સભ્યો દ્વારા વલસાડ પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી. સાથે જ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધ વધુ તપાસ થઈ તેવી માંગ પણ કરવામાં આવી હતી. જેને લઇને ધરમપુર પોલીસ દ્વારા ફરિયાદ અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application