Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ કોલેજનાં સંકડા રસ્તાની આજુબાજુ ફૂટપાથ બનાવી આપવા વિધાર્થીઓએ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી

  • September 22, 2023 

ઉચ્છલ ખાતેની સરકારી દેવમોગરા કોલેજનાં બિલ્ડીંગથી નિઝર ઉચ્છલ મુખ્ય રસ્તા સુધીના સાંકડા રસ્તાની આસપાસ ફૂટપાથ બનાવી આપવાની માંગ વિધાર્થીઓએ મામલતદાર ઉચ્છલને કરવામાં આવી હતી. ઉચ્છલ ખાતેની સરકારી કોલેજમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અને સ્થાનિક મળી કુલ અંદાજિત એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલમાં કોલેજનું આ બિલ્ડીંગ મુખ્ય રોડ નિઝર ઉચ્છલ સ્ટેટ હાઇવેથી ભીતખુર્દ ગામ તરફ જતાં ગ્રામ્ય રસ્તા પર આવેલ છે. કોલેજનું આ સ્થળ મુખ્ય રસ્તાથી અંદાજિત 2 કિ.મિ. જેટલું અંદર છે અને વિદ્યાર્થીઓ આ અંતર સાંકડા રસ્તા પર થઇ પગપાળા પસાર કરતાં હોય છે તે સાથે જ આ રસ્તા પર થઇ ગ્રામજનોની અવરજવર રહે છે અને રસ્તા પર થઇ નાના મોટા વાહનો પણ અહીં થઈ દોડતાં હોય છે.



હાલમાં આ રસ્તો સાંકડો હોય ખાસ કરીને કોલેજના સમયે ખાસ કરીને શરૂ થવાના અને છૂટવાના સમયે રોડ પર પગપાળા પસાર થતાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ સંજોગોમાં જ્યારે રસ્તા પર થઇ અન્ય વાહનો પસાર થતાં હોય છે ત્યારે અકસ્માત સર્જાવાનો ઘણો ભય રહેલો છે. આ બાબતે એન.એસ.યુ.આઈ. સહિત વિદ્યાર્થીઓએ ઉચ્છલ મામલતદારને એક લેખિત રજુઆત કરી હાઇવેથી કોલેજ સુધીના આંતરિક રસ્તા પર તાકીદે ફૂટપાથ બનાવી આપવાની માંગ કરી હતી. રસ્તાની સાઈડ પર યોગ્ય ફૂટપાથ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓ સરળતાથી અવરજવર કરી શકે છે. આ બાબતે આગામી સમયમાં યોગ્ય કક્ષાએથી ઝડપથી નિર્ણય ન લેવામાં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application