વાલિયા ગણેશ સુગરમાં રૂ.85 કરોડના કૌભાંડ મામલે રાજ્યના ખાંડ નિયમકે કર્યો મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે,કૌભાંડમાં તત્કાલીન MD,ચેરમેન,વાઇસ ચેરમેન સહિત 20 સભાસદો સામે તપાસનો રાજ્ય ખાંડ નિયમકનો હુકમ કરાયો છે, રૂ.40 કરોડની લોન,5 કરોડના વ્યવહાર,અભિરાજ એજન્સી,કિંજલ કેમિકલ્સ અને સભાસદોના 5 મુદ્દે તપાસ કરવા સૂચન કરાયું છે.
મળતી માહિતી મુજબ વાલિયાના વટારિયાની ગણેશ સુગરના તત્કાલીન એમ.ડી.,ચેરમેન, વાઇસ ચેરમેન સહિત 20 સભાસદો સામે આર્થિક કૌભાંડની તપાસનો હુકમ રાજ્યના ખાંડ નિયમકે ભરૂચ જિલ્લા રજિસ્ટ્રારને સોંપતા સહકાર ક્ષેત્રે સોપો પડી ગયો છે.વાલિયા સ્થિત વટારિયા ગણેશ સુગર ફેકટરીમાં રૂ.83 કરોડના આર્થિક ગોબચારીમાં રાજ્યના ખાંડ નિયામક બી.એમ.જોશીએ 1961 ની કલમ 93 હેઠળ તપાસનો આદેશ કર્યો છે.તત્કાલીન એમ.ડી. બનેસિંહ ડોડીયા, ચેરમેન સંદીપ માંગરોલા, વાઇસ ચેરમેન કરશન પટેલ સહિત 20 સભાસદો સામે પાંચ મુદ્દે તપાસ કરવા જિલ્લા રજિસ્ટ્રારને આદેશ અપાયા છે. જિલ્લા રજિસ્ટ્રારને તપાસ અધિકારી તરીકે નિમિ ત્રણ મહિનામાં તપાસ કરી તેનો અહેવાલ રજૂ કરવા જણાવાયું છે.
તપાસના પાંચ મુદ્દામાં યુનિયન બેન્કમાંથી અપાયેલી રૂ.40 કરોડની લોન, કિંજલ કેમિકલને અડધા ભાવે વેચાણ, અભિરાજ એજન્સીઓના વ્યવહારો, રૂ.5 કરોડની વસુલાત, બહારના સભાસદ બનાવી દોઢ કરોડનું ધિરાણનો સમાવેશ થાય છે.લાંબા સમયથી શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીનાં થયેલ ગેરવહીવટની તપાસમાં એક પછી એક ફણગા ફૂટી રહ્યાં છે ત્યારે ખાંડ નિયામક ગાંધીનગર દ્વારા કલમ 93 હેઠળ જીલ્લા રજીસ્ટ્રાર ભરૂચને ત્રણ માસમાં તપાસ કરી રિપોર્ટ સોંપવાનો હુકમ કરતાં ભરૂચ જિલ્લાનાં સહકારી માળખામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જિલ્લાની 18 હજાર સભાસદોની જીવાદોરી સમાન ગણેશ સુગરના ગેરવહીવટ તથા ભસ્ટ્રાચાર તથા જો હુકમી ના લેખા જોખા મા કલમ 86 ની તપાસમા ગેરવહીવટ તથા ભસ્ટ્રાચાર માલૂમ પડતા ગુજરાત રાજ્ય ગાંધીનગરના ખાંડ નિયામક બી.એમ. જોષી ગુજરાત સહકારી મંડળીઓ ના અધિનિયમ 1961 ની કલમ- 93 અન્વયે પ્રાપ્ત થયેલ અધિકારની રૂએ શ્રી ગણેશ ખાંડ મંડળી લીમીટેડના તત્કાલીન વ્યવસ્થાપક કમીટી સભ્યો તથા તત્કાલીન મેનેજીંગ ડીરેક્ટરને અત્રે 2 મેની કારણદશઁક નોટીસના મુદ્દા નંબર 2, 18, 19, 22 અને 23 ની તપાસણી કરી મંડળીને થયેલ આથિઁક નૂકસાન માટે સબંધિતોની જવાબદારી નક્કી થાય તે હેતુથી તપાસણી કરવાં માટે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરૂચને તપાસણી અધિકારી તરીકે નિમણૂક કરી છે.તપાસણી અધિકારીએ ત્રણ માસમાં તપાસણીની કાયઁવાહી પુરી કરી તે અંગેનો અહેવાલ ખાંડ નિયામકને મોકલી આપવાનો રેહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500